વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયો આઠ પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યાના નિર્દેશો સાથે રૂપિયામાં વિક્રમ નીચી સપાટીએથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને આગલા બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે 83.53ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ભારે ચંચળતાને અંતે નરમાઈનું વલણ અનેે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના 83.61ના બંધ સામે સુધારાના અન્ડરટોને 83.51ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.56 અને ઉપરમાં 83.49ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે 83.53ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે (બુધવારે) રામનવમી નિમિત્તે સ્થાનિક ફોરેક્સ માર્કેટ સત્તાવાર ધોરણે બંધ રહી હતી.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા ઘટીને 105.87 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.93 ટકા ઘટીને બેરલદીઠ 86.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 454.69 પૉઈન્ટનો અને 152.05 પૉઈન્ટનો ઘટાડો જોવા મળવાની સાથે ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4468.09 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza