મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપનું સર્વેક્ષણ: સાંસદો – વિધાનસભ્યોની ચિંતામાં વધારો
મુંબઈ: શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં ફાટફૂટ તેમજ સ્થિર થઈ રહેલી એકનાથ શિંદે – દેવેન્દ્ર ફડણવીસ – અજિત પવારની સરકાર જેવા સમીકરણોની પાર્શ્ર્વભૂમિ પર ભારતીય જનતા પક્ષે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે અંતર્ગત સર્વેક્ષણ કરી…
થાણેમાં બિલ્િંડગની લિફ્ટતૂટી પડતા છનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના બાળકુમમાં નિર્માણધીન બિલ્િંડગની લિફ્ટ તૂટી પડવાની મોટી દુર્ઘટના બની હતી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર છથી સાતનાં મોત થયા હતા.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે (પશ્ર્ચિમ)માં બાળકુમમાં નારાયણી સ્કૂલની બાજુમાં રુણવાલ ગાર્ડનમાં એક ૪૦ માળની અંડર ક્ધસ્ટ્રક્શન…
સાયબર ક્રાઇમ અને ક્રિપ્ટો કરન્સી ભાવિ માટે મુખ્ય પડકાર: મોદી
અમેરિકા, રશિયા, ફ્રાંસ દ્વારા ભારતના પ્રમુખપદના વખાણ કરાયા નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સલામતી સમિતિના વિસ્તરણની જરૂરિયાત પર રવિવારે ભાર આપ્યો હતો અને સાયબર ક્રાઇમ તેમ જ ક્રિપ્ટો કરન્સીને ભાવિના મુખ્ય પડકાર ગણાવ્યા હતા, જ્યારે…
જી-૨૦નું નવું પ્રમુખ બન્યું બ્રાઝીલ
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નું પ્રમુખપદ બ્રાઝીલને સોંપવા માટે બ્રાઝીલના પ્રમુખ લુઇઝ અનાસિયો લુલા દ સિલ્વાને ‘પ્રતીકરૂપ હથોડો’ રવિવારે સોંપ્યો હતો.મોદીએ જી-૨૦ના પ્રમુખપદે ભારત રહ્યું તે દરમિયાન લેવાયેલા વિવિધ પગલાંમાંની પ્રગતિની આકારણી કરવા નવેમ્બરમાં વર્ચ્યુઅલ સમિટ યોજવાની…
ભારત-ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રે સહકાર મજબૂત કરવા સહમત
નવી દિલ્હી: ઈન્ડો-પેસિફિક રિજન સહિતના દેશો માટે અત્યાધુનિક સંરક્ષણ ટૅક્નોલૉજી વિકસાવવા તેમ જ ઉત્પાદન કરવા ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ મજબૂત કરશે, એમ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઍમ્માન્યુલ મૅક્રોને રવિવારે કહ્યું હતું.જી-૨૦ શિખર પરિષદ…
‘ડ્રેગન’ને ઝટકો ભારત લદાખમાં બનાવશે દુનિયાનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ
નવી દિલ્હી: જી-૨૦ સમિટના સમાપન થવાની સાથે ભારતે પડોશી રાષ્ટ્ર ચીનને મોટો સંદેશ આપ્યો છે. ભારતે લદાખના ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ બનાવવાનો નિર્ણય લીધો છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૧૨ સપ્ટેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના દેવક બ્રિજથી આ…
ભારત-પાક મેચમાં વરસાદનું વિઘ્ન મેચ આજે ‘રિઝર્વ ડે’ના રમાશે
કોલંબો: અહીં ભારત અને પાકિસ્તાનની એશિયા કપની રવિવારની મેચમાં સતત બે વાર વરસાદનું વિઘ્ન આવતા આ મેચ હવે ‘રિઝર્વ ડે’ના સોમવારે રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે ૨૪.૧ ઓવરમાં બે…
ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા ભવનનું મુખ્ય પ્રધાનના હસ્તે ભૂમિપૂજન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા નિર્માણ થનારા અદ્યતન ભવન તથા દહેગામ તાલુકા પંચાયત ભવનના ભૂમિપૂજન કર્યાં હતા.આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મુખ્યપ્રધાને મત વ્યક્ત કર્યો હતો કે ગ્રામીણ સ્તરથી લઇને જિલ્લા અને શહેરો સહિતના…
૧૫ લાખની ખંડણી ન મળતાં બાર વર્ષીય સગીરની હત્યા: એકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના કડોદરામાં એક મધ્યમવર્ગીય પરિવારને રૂ.૧૫ લાખની ખંડણી ન ચૂકવી શકતાં પોતાના ૧૨ વર્ષના પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૮ સપ્ટેમ્બરે આ બાળક ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે કેટલાક શખ્સોએ તેનું રિક્ષામાં અપહરણ…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે
ઇ-એસેમ્બલીનું ૧૩મીએ કરશે લોકાર્પણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે અને ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને ૧૩ તારીખે ઇ-એસેમ્બલીનું લોકાર્પણ કરશે.રાષ્ટ્રપતિ તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરની ગુજરાતની મુલાકાત દરમિયાન લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે.…