અનામત આંદોલન આજે થાણે બંધનું એલાન
થાણા: મરાઠા આરક્ષણની માગણી કરી રહેલા આંદોલનકારીઓ પર જાલનામાં કરવામાં આવેલા લાઠીચાર્જની નિંદા કરવા સકલ મરાઠા મોરચા દ્વારા ૧૧ સપ્ટેમ્બરે થાણા શહેરમાં બંધની હાકલ કરવામાં આવી છે. સંભાજી બ્રિગેડનો ટેકો ધરાવતા મોરચા દ્વારા કરવામાં આવેલી બંધની હાકલને વિરોધ પક્ષના સ્થાનિક નેતાઓએ સમર્થન જારી કર્યું છે. શનિવારે અહીં વિરોધ પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલી બેઠકમાં સ્થાનિક નેતાઓએ બંધને ટેકો જાહેર કર્યો હતો અને થાણા શહેરના નાગરિકોને એમાં સહભાગી થવા અપીલ કરી હતી.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (શરદ પવાર જૂથ)ના શહેર એકમના પ્રમુખ સુહાસ દેસાઈ, શિવસેના (યુબીટી)ના પ્રમુખ પ્રદીપ શિંદે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાગણ રવીન્દ્ર મોરે, અવિનાશ જાધવ તેમજ મરાઠા ક્રાંતિ મોરચાના શહેર એકમના શહેર અધ્યક્ષ રમેશ આમ્બ્રે અને કૉંગ્રેસ શહેર પ્રમુખ વિક્રાંત ચવાણ બેઠકમાં હાજર રહ્યા હતા. (પીટીઆઈ)