ગણેશોત્સવમાં ૭૨,૨૪૦ ઘરની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જનવિસર્જન સ્થળ પર ૫૦૦ મેટ્રિક ટન નિર્માલ્ય એકઠું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આ વર્ષે ગણેશોત્સવમાં દસ દિવસના સમયગાળામાં કુલ ૨,૦૫,૭૨૨ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૬,૭૦૯ ગણેશમૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરમાં ૭૨,૨૪૦ ગણેશમૂર્તિનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા ડેટા મુજબ કૃત્રિમ વિસર્જન…
ગુજરાતમાં શાંતિ ડહોળવાનો હિચકારો પ્રયાસ
*વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનની યાત્રા પર પથ્થરમારો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ…
કચ્છમાંથી ૮૦૦ કરોડનું કોકેઈન ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાના દાવા કરાય છે ત્યારે ફરી કચ્છના કંડલા પાસેના મીઠીરોહર ગામની પાછળના ભાગે આવેલી એક દરિયાઈ ખાડીમાંથી ગાંધીધામ સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટુકડીએ ૮૦ જેટલા પેકેટમાં છુપાવેલા કોકેઈનનો જંગી…
પાકિસ્તાનમાં બે આત્મઘાતી હુમલામાં પંચાવનથી વધુનાં મોત
કરાચી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારમાં શુક્રવારે મસ્જિદમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછાં બાવન જણનાં મોત થયાં હોવા ઉપરાંત પચાસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયાં હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. આ તમામ લોકો મોહમ્મદ પયગમ્બરની જન્મજયંતીની ઉજવણી કરવા એકઠાં થયાં હતાં.…
પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો: સાત ટ્રેન રદ
જમ્મુ: પંજાબના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના રેલરોકો આંદોલનના પગલે શુક્રવારે સાત ટ્રેન રદ કરવામાં આવી હતી અને ૧૩ ટ્રનોને અન્યત્ર વાળવામાં આવી હતી. શુક્રવારે જમ્મુ અને કટરા રેલવે સ્ટેશન પર શ્રદ્ધાળુઓ સહિત ઘણાં પ્રવાસીઓ અટવાયા હતા. મોગા, હોશિયારપુર, ગુરુદાસપુર, જલંધર, તરણતારણ,…
ભારે વરસાદથી દાહોદમાં ૧૦૦થી વધુ મકાનો ધરાશાયી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડાં સાથે આવેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેમાં જાલત, ગમલા તેમજ ચંદવાણા તથા સુખસર, ફતેપુરા જેવા તાલુકા મથકોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું તેમાંય ખાસ કરીને ગમલા તથા આસપાસના ગામોમાં વાવાઝોડા…
ભારતીય ઉદ્યોગના કદ અને સ્તરમાંપરિવર્તન લાવવાનો આ સમય: શાહ
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગના કદ અને સ્તરમાં પરિવર્તન લાવવાનો આ સમય હોવાનું જણાવતાં ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપની બને એ સમયની માગ છે. પીએચડી ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીસના ૧૧૮મા વાર્ષિક સમારોહને સંબોધન…
૨૦૨૯ પછી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવા લો કમિશન કાર્યરત
નવી દિલ્હી: ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાય તે માટે લો કમિશન એક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે, તેવું સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે લો પેનલ લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે…
ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત આગામી તા. ૪થી ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને તા.૫મી ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. ત્યારે વર્લ્ડ…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૦-૯-૨૦૨૩, દ્વિતિયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિભારતીય દિનાંક ૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી…