આપણું ગુજરાત

ગુજરાતમાં ગણેશ વિસર્જન દરમિયાન પાંચનાં મોત અને પાંચ ઘાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધામધૂમથી ગણેશ વિસર્જનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન અલગ-અલગ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતાં. ખંભાત, પ્રાંતીજના ગલતેશ્ર્વર અને રાજકોટમાં ત્રણ લોકોનાં ડૂબવાથી અને બેનાં વીજકરંટથી મોત નિપજ્યા હતાં.

આણંદના ખંભાતમાં બપોરે બે વાગ્યાના સુમારે લાડવાડા વિસ્તારમાંથી ગણેશજીની વિસર્જનયાત્રા નીકળી હતી. દરમિાયન રસ્તા પરથી પસાર થતી યાત્રા વખતે ઉપર આવેલા વીજલાઈનને અડી જતા પાંચ જેટલી વ્યક્તિઓને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. સ્થાનિકોએ તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં આકાશ ઠાકોર અને સંદિપ ઠાકોરને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે નિરવ ઠાકોર અને દર્પણ ઠાકોર ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે. બીજી ઘટના પ્રાંતીજ તાલુકાના ગલતેશ્ર્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ વિસર્જન કરવા માટે આવેલા તાજપુરમાં રહેતા જગદીશ રાવળ અને તાજપુર મામાના ઘરે આવેલો મૂળ ગાંધીનગરના પીપરોજ ગામનો રાજેશ મકવાણા ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ હાથ ધરી બે કલાકની જહેમત બાદ જગદીશ રાવળ અને રાજેશ મકવાણાને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રીજી ઘટના રાજકોટ નજીક રાવકીથી માખાવડ જતા ગામ પાસે ગણપતિ વિસર્જનમાં ગયેલા આધેડ અને તેના બે પુત્રો મૂર્તિવિસર્જન કરતી વખતે ડુબવા લાગ્યા હતા, જેમાં આધેડ દિનેશ રામોલીયાનાનું મોત નિપજયું હતું, જયારે તેના બે પુત્રોને લોકોએ બચાવી લીધા હતાં. જ્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન દરમિયાન શ્રીજીની પ્રતિમા નું વિસર્જન કરતી વેળાએ અચાનક ક્રેન પલટી ખાઈ જતા ચાર તરવૈયા તેમ જ ક્રેન ચાલક જમીન પર પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં ભાગદોડ થઇ ગઇ હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત