વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
‘ફાધર ઓફ આફ્રિકન રિવર્સ’ તરીકે ઓળખાતી વિશ્ર્વની સૌથી લાંબી નદી (૬૬૫૦ કિલોમીટર લંબાઈ)ની ઓળખાણ પડી? જળ પરિવહનમાં અગત્યનો ભાગ ભજવે છે.
અ) એમેઝોન બ) મિસિસિપી ક) નાઈલ ડ) મેકોંગ

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
અ ઇ
લપાવું જૂઠાબોલું
લપેટવું અવ્યવસ્થિત જથ્થો
લબાચો સંતાવું
લબાડ કપાળ
લલાટ વીંટવું

ગુજરાત મોરી મોરી રે
વિજ્ઞાન શાખાના અનેક વિભાગ – પેટા વિભાગ છે. જો કોઈ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ દરમિયાન એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરી રહ્યો હોય તો એ શેનો અભ્યાસ કરી રહ્યો
હોય છે?
અ) જીવશાસ્ત્ર બ) ભૂસ્તરશાસ્ત્ર
ક) આરોગ્યશાસ્ત્ર ડ) માનવશાસ્ત્ર

જાણવા જેવું
કોઈ પણ જમીનની ફળદ્રુપતા તેના ખનિજ બંધારણ પર અને જીવ જન્ય દ્રવ્યના પ્રમાણ પર આધાર રાખે છે. જમીનમાં એકનો એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે કારણ કે તેમાંથી એક જ પ્રકારનાં દ્રવ્યો શોષાઈ જાય છે; આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પાકની ફેરબદલી તથા કુદરતી તેમજ કૃત્રિમ ખાતરોની ભેળવણીની આવશ્યકતા રહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સૂર્ય પ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી વનસ્પતિ શર્કરાના સ્વરૂપમાં ઓક્સિજન અને ઊર્જાનું નિર્માણ કરે એ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે?
અ) રીફ્રેક્શન
બ) ઈન્વર્ઝન
ક) ફોટોસિન્થેસીસ
ડ) ડિસ્પર્ઝન

નોંધી રાખો
શક્તિશાળી કોણ એ નક્કી કરવું આસાન નથી. નમ્રતા કઠોરતા કરતાં વધુ શક્તિશાળી હોય છે, જળ ખડક કરતાં વધારે અને પ્રેમ તાકાત કરતા વધુ શક્તિશાળી હોય છે.

માઈન્ડ ગેમ
૩૦ લાખ રૂપિયામાંથી ૧૦ ટકા રકમ દાન કરી બાકીની રકમના રોકાણમાંથી ૧૫ ટકા નફો થયો તો નફાની રકમ કેટલી હતી એની ગણતરી કરી જણાવો.
અ) ૨ લાખ ૯૮ હજાર બ) ૩ લાખ ૨૧ હજાર ક) ૩ લાખ ૭૫ હજાર ડ) ૪ લાખ ૫ હજાર

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
જક જીદ, હઠ
જકડ સકંજો, પકડ
જકાત કર, વેરો
જક્કી જિદ્દી, હઠીલું
જઈફ વૃદ્ધ

ગુજરાત મોરી મોરી રે
ઊડતી રકાબી

ઓળખાણ પડી
ડહેલિયા

માઈન્ડ ગેમ
૯૨ ટકા

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ફ્રાન્સ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). મુલરાજ કપૂર ૪). રસિક જૂથાણી (ટોરેન્ટો, કેનેડા), ૫). શ્રદ્ધા આસર ૬). ભારતી બૂચ
૭). ડૉ. પ્રકાશ કટકિયા ૮). ભારતી કટકિયા ૯). વીભા મહેશ્ર્વરી ૧૦). તાહેર ઔરંગાબાદવાલા ૧૧). શીરીન ઔરંગાબાદવાલા ૧૨). અબ્દુલ્લા એફ.
મુનીમ ૧૩). નિખીલ બેન્ગાલી ૧૪). અમિષી બેન્ગાલી ૧૫). નિતા દેસાઇ ૧૬). હર્ષા મહેતા ૧૭). જ્યોતિ ખાંડવાલા ૧૮). મનીષા શેઠ ૧૯). ફાલ્ગુની શેઠ ૨૦). મીનળ કાપડિયા ૨૧). સુરેખા દેસાઇ ૨૨). મહેન્દ્ર લોઢાવિયા ૨૩). કલ્પના આશર ૨૪). મહેશ દોશી ૨૫). સીમા ગાંધી ૨૬). રજનિકાન્ત ૨૭). સુનિતા પટવા ૨૮). અંજુ ટોલિયા ૨૯). દેવેન્દ્ર સંપટ ૩૦). વીણા સંપટ ૩૧). ભાવના કર્વે ૩૨). શિલ્પા શ્રોફ ૩૩). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૪). દિલીપ પરીખ ૩૫). અરવિંદ કામદાર ૩૬). જગદીશ ઠક્કર ૩૭). નિતીન જે. બજરિયા ૩૮). પુષ્પા પટેલ ૩૯). જ્યોત્સના ગાંધી ૪૦). રમેશ દલાલ ૪૧). હીનાબેન દલાલ ૪૨). ઇનાક્ષીબેન દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids…