ધર્મતેજ

ધારેલું લક્ષ્ય સિદ્ધ કરવા માગો છો?

આચમન – કબીર સી. લાલાણી

વિદ્યાર્થી અવસ્થામાં અર્જુન પોતાની કુટિરમાં દીવાની રોશનીમાં ભોજન કરી રહ્યો છે.

  • ભોજન કરતા કરતાં એ પોતાના પાઠ ગોખે છે. દરમિયાન દીવો ઓલવાઇ જાય છે, પરંતુ પાઠ પાકો કરતા અર્જુનને એ વાતનો ખ્યાલ નથી રહેતો.
  • અચાનક કુટિરમાં ફેલાયેલાં અંધકારનો એને ખ્યાલ આવે છે, ત્યારે એનું ધ્યાન પોતાના ભોજન તરફ જાય છે.
  • એ વિચારે છે કે અંધકારમાં પણ અગાઉની પ્રક્ટિસના જોરે કોળિયો મોંમાં જતો હોય તો પ્રેક્ટિસ કરવાથી આવા અંધકારમાં તીર પણ ધાર્યા નિશાન સર કરી શકે.
  • આમ એને પ્રેરણા મળી લક્ષ્યવેધી બનવાની…!
    -વ્હાલા જિજ્ઞાસુ વાચક બિરાદરો.!
  • મહાભરતમાં આવતા બે પ્રસંગોમાંથી આ પહેલા પ્રસંગ પછી બીજો પ્રસંગ પણ વાંચો.
  • વિજયના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાની તેમાં ગુરુચાવી દર્શાવવામાં આવી છે.
  • ઝાડ પર બનાવટી પક્ષી બેસાડેલું છે.
  • વિદ્યાર્થીએ એની આંખ વીધી નાખવાની છે.
  • ભીમ અને દુર્યોધન જેવા ગદાધારીઓ એકાગ્ર થઇ શક્તા નથી.
    *તેમને શું દેખાય છે કે એવા ગુરુજીના પ્રશ્વો જવાબ આપતાં આ બંને કહે છે કે- તમે, આ વિદ્યાર્થીઓ, ઝાડપાન બધું દેખાય છે.
  • પરતું ગુરુજી અર્જુનને એજ સવાલ પૂછે છે ત્યારે એનો જવાબ છે, મને માત્ર પક્ષીની આંખ દેખાય છે.

-ઉપર છલ્લી નજરે જોતાં આ બંને નાનકડા પ્રસંગો છે, પરંતુ તે પર શાંતિથી વિચારીશું તો લાગશે કે આ તો જીવન જીવવાની અને વિજ્ય મેળવવાની જાદુઇ ચાવી છે.

આવી એકાગ્રતા અને એક ધ્યેય દરેક વ્યકિતરૂપે જીવનમાં કેળવવાની જરૂર છે. આપણે ધ્યેય નક્કી કરવામાં પહેલું ગોથું ખાઇએ છીએ એટલે એકાગ્રતા કેળવાતી નથી. પરિમાણે બીજું ગાંથું ખાઇએ છીએ. ધ્યેય નક્કી કરવાને વાત સૌથી વધુ મહત્ત્વની છે.
ક્ષેત્ર કોઇપણ હોય. વ્યક્તિએ ધ્યેય પહેલા નક્કી કરવું જોઇએ. પછી એ પ્રાપ્તિ માટે એકાગ્ર થાઓ. એકવાર ધ્યેય નક્કી થઇ જાય પછી એકાગ્રતા સાધવાનું મુશ્કેલ નથી.
માણસ સારી કપંનીમાં નોકરી કરતો હોય છતાં વધુ પૈસા કમાવવા શેરબજાર કે રેસ-જુગાર તરફ નજર દોડાવતો ત્યારે મૂળ કાર્મમાં એની એકાગ્રતા તૂટી જાય છે. અહીં તો નક્કી થયેલો પગાર મળે છે. વધારાની આવક માટે વધુ મહેનત કરવી જોઇએ એવું એ વિચારતી થઇ જાય છે. ધીમેધીમે એક સમય એવો આવે કે જ્યારે એેને મૂળ કામમાં રસ રહેતો નથી.

સરકારી નોકરી કરનારા કેટલાકને જુએ એમને મૂળ કામ કરતા ઓવરટાઇમ કામ અને બોનસમાં વધુ રસ હોય છે. કારણ સ્પષ્ટ છે, એમના એકાગ્રતાનો ભંગ થઇ ગયો હોય છે. એ અહીંતહીં ફાંફાં મારતો થઇ ગયો હોય છે.

વાચક મિત્રોને પ્રશ્ન થશે કે અમારે એકાગ્રતા સાધવી શી રીતે?

  • એનો સૌથી પહેલો રસ્તો આપણને ગમતું કામ શોધવાનો છે.
  • રસ હોય રમતગમતમા’ અને કામ મળે હિસાબકિતાબનું તો માણસ ક્યાંયનો ન રહે.
  • રસ હોય વકીલાતમાં અને કામ મળે ગોડાઉનકીપરનું તો થઇ રહ્યું.
    -એટલે મૂળ વાત આપણામાં રસ રુચિને કેળવવાની છે. રસ-રુચિ કેળવીને ચોક્કસ દિશામાં આગળ વધવાનું રાખો તો કદી નિરાશા નહીં મળે. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી શકાશે અને ધ્યેયનિષ્ઠા તથા એકાગ્રતા બંને ભેગાં થાય પછી તમને વિજય બનતાં કોઇ અટકાવી નહીં શકે. વિજ્યના માર્ગમાં આવતાં અવરોધો આપોઆપ દૂર થતા જશે. તમને સફળતાના શિખર પર દૂર થતા જશે. તમને સફળતાના શિખર પર પહોંચવાની ચાવી જડી જશે.

મહાભારતમાં આવા તો અનેક પ્રેરણા આપનારા બોધપ્રદ પ્રસંગો છે. જે તમને ધારેલી મંઝિલભણી દોરી જશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids…