સ્પોર્ટસ
રોહિત શર્મા બન્યો સિક્સર કિગ, ટી-20 ક્રિકેટમાં 500 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો
મુંબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 29મી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્માએ ચેન્નઇ સામે અણનમ સદી ફટકારી હતી. રોહિત શર્માએ ઇનિંગ દરમિયાન ત્રણ સિક્સર ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તે ટી-20 ક્રિકેટમાં 500 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો. રોહિત શર્માએ 30 બોલમાં બે છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પુરી કરી હતી અને આ સીઝનની હિટમેનની આ પ્રથમ અડધી સદી પણ હતી. આ પછી સૂર્યકુમાર ત્રીજા નંબર પર બેટિગ કરવા આવ્યો હતો. રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 500 સિક્સ પુરી કરી હતી અને આવું કરનાર વિશ્વ ક્રિકેટનો પાંચમો બેટ્સમેન બન્યો હતો. ટી-20 ક્રિકેટમાં 500 કે તેથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોમાં ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ અને કોલિન મુનરોનો સમાવેશ થાય છે.
Taboola Feed