આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બોલો, કોંગ્રેસ વર્ધામુક્ત બન્યું એના માટે ફડણવીસે કોનો આભાર માન્યો

મુંબઈ: લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાયુ ત્યાર બાદ હવે ચૂંટણી પ્રચારનો શુભારંભ પણ થઇ ચૂક્યો છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ઠેરઠેર સભાઓ યોજીને એકબીજા ઉપર પ્રહાર કરવાનો સિલસિલો શરૂ કરી દેવાયો છે. મહારાષ્ટ્રમાં સત્તાપલટાની મોસમ બરાબરની જામી છે ત્યારે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાને કોંગ્રેસમુક્ત બનાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના પ્રમુખ શરદ પવારનો આભાર માની સૌને ચોંકાવ્યા હતા.

આવી જ એક સભા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ધામાં યોજી હતી અને આશ્ર્ચર્યજનક રીતે તેમાં હરિફ શરદ પવારનો આભાર માન્યો હતો. જોકે, તેમણે આ આભાર વર્ધા બેઠક ઉપરથી કૉંગ્રેસને હટાવવામાં મદદ કરવા બદલ માન્યો હતો.

આ પણ વાંચો :
લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા

આ બેઠક ઉપરથી મહાયુતિ તરફથી રામદાસ તડસે ઉમેદવારીપત્ર ભર્યું એ પહેલા ફડણવીસે ભાષણ કર્યું હતું, જેમાં તેમણે શરદ પવારનો આભાર માનતા કહ્યું હતું કે જે વસ્તુ અમે ન કરી શક્યા તે વસ્તુ શરદ પવારે કરી બતાવી હતી.

અમે પંજામુક્ત વર્ધાનો નારો આપ્યો હતો, પણ તે અમારાથી થઇ શક્યું નહોતું. જોકે વર્ધામાંથી શરદ પવારે કૉંગ્રેસનો પંજો ગાયબ કરી બતાવ્યો અને એ માટે આપણે તેમનો આભાર માનવો જોઇએ. વર્ધામાંથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ત્રીજી ટર્મ માટે રામદાસ તડસેને જાહેર કર્યાં છે, જ્યારે કોંગ્રેસે અમર કાલેને ટિકિટ આપી છે. અમર કાલે પવારની આગેવાની હેઠળની પાર્ટીમાં જોડાયા છે, જ્યારે વિદર્ભ પ્રદેશની લોકસભા બેઠક માટે એનસીપી (એસપી)ના સત્તાવાર ઉમેદવાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button