પ્રજામત

પ્રજામત

કેવળ કાયદાથી જ આવા બનાવો બનતા અટકાવી નહીં શકાય
મહિલાઓ ઘરેલુ હિંસા, બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો સતત ભોગ બનતી હોય છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતમાં પ્રતિ પાંચ મિનિટે એક મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે. ગુજરાત સરકારે અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. આ હેલ્પલાઈનમાં મહિલાઓને ઘરેલુ હિંસા ઉપરાંત દુર્વ્યવહાર કે છેડતીના કિસ્સામાં બચાવ અને સલાહ તેમજ કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી તેમજ અન્ય પ્રશ્ર્નોનું નિરાકરણ આપે છે. વર્ષ ૨૦૨૩માં મહિલાઓની આ હેલ્પલાઈનને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકાનો જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. કેવળ કાયદાથી જ મહિલા ઘરેલુ હિંસાના અને અન્ય બનાવો બનતા અટકાવી નહીં શકાય. કાયદાની સાથે મહિલાઓ પ્રત્યેની માનસિકતામાં બદલાવ લાવવાની અને મહિલાઓ પ્રત્યે સમાજમાં આદરભાવ વધે તે માટે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આ માટે સરકારે અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓએ કટિબદ્ધ થવાની જરૂર છે.
-મહેશ વી. વ્યાસ, પાલનપુર

લાંચ-રુશ્ર્વત માટેના કાયદા
હમણા ૩-૪ મહિના પહેલા હાસ્યસ્પદ બનાવ વાંચવા મળ્યો. ર૦૦૩માં લાંચના કેસમાં પકડાયેલા સર્કલ ઓફિસરને ૨૦૦૩માં ૩ મહિનાની સજા. ઓફિસર ૨૦૨૦માં રીટાયર થઈ ગયા છે. બ્રિટિશ કાયદા પ્રમાણે લાંચમાં પકડાયેલા અધિકારીને ૧૫ દિવસનો પગાર ચાલુ રહે છે અને ૬ મહિનાના અંતે અન્ય સ્થળે બદલી કરવામાં આવે છે.
હવે આ કાયદા તાત્કાલિક બદલવા જોઈએ. સાક્ષીની હાજરીમાં પુરાવા સાથે પકડાયેલા આરોપીને રકમ સજા ૮ દિવસમાં કરવી જોઈએ. ધરપકડ કરાયેલા વ્યક્તિને પોતે નિર્દોષ છે તે ૧૫-૨૦ દિવસમાં પુરવાર કરવાનું કહેવું જોઈએ. આવા કડક કાયદાથી આરોપીઓમાં ફડક પેસી જશે.
સરકારને નમ્ર વિનંતી આવા અર્થ વગરના કાયદાઓમાં ફેરફાર અસરકારક તાત્કાલિક કરવો જોઈએ.
-મહેશ વેદાંત, વલસાડ

સિનિયર સિટીજન ગ્રૂપે મોજમસ્તી… ધીંગામસ્તી…
હમણા હમણા આપણા મુંબઈ શહેરમાં, પરાંઓમાં “સિનીયર સિટીઝન ગ્રૂપો’ અસ્તિત્વમાં આવ્યા છે જેમાં મહિને એકવાર કોઈ સભાગૃહમાં ભેગા થઈ કાર્યક્રમોની મોજ-મજા માણવાની… છેલ્લે અલ્પાહાર કે સાંજનું ભોજન બધા મળીને માણવામાં આવી રહ્યું છે. કાર્યક્રમોમાં સંગીતના, કરાઓકે, અંતાક્ષરી, ગેમ્સ, કોઈ વિષય પર જાણકારનું પ્રવચન ખાસ પેપરોમાંથી જ લેસન રૂપી સ્ટેજ પર કાર્યક્રમની રજૂઆત કરાય છે. લગભગ ત્રણેક કલાકના આ સળંગ કાર્યક્રમમાં મેમ્બરો એટલા બધા જુવાનવયના હોય તેવાં ભાગ ભજવે… હસીખુશી… ચહેરા પર આનંદની છોળો ઉડતી નજરે પડે… વાહ… ધન્ય છે આવા સિનિયર સિટીઝન ગ્રૂપોને કે એક મજબૂત આનંદિત થવાના કાર્યક્રમો યોજી બધાને વધુ જોમ પૂરો પાડે છે. આવા અસંખ્ય ગ્રૂપોમાંથી ઘાટકોપર સ્થિત સિનિયર સિટીઝન ફોરમ ગ્રૂપનો ઉલ્લેખ કરવો રહ્યો જેમાં બધા જ રાહ જોતા હોય કે બીજો કાર્યક્રમ કેમ જલ્દી જલ્દી આવી જાય.
-શ્રી હર્ષદ દડિયા, ઘાટકોપર (ઈસ્ટ)

વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત
સુલભ શૌચાલય અથવા કોઈ પણ સાર્વજનિક સુવિધા હોય ત્યાં દરેકે દરેક જમીન પર બેસીને ટોઈલેટમાંથી ઊભા થવા ખૂબજ તકલીફ પડે છે.
દરેક ટોઈલેટમાં બંને દીવાલો પર ઊભા થવા માટે ગ્રેબ રોડ મજજબૂત બેસાડવા જોઈએ જેથી બંને હાથે પકડીને
ઊભા થવાય. અત્યંત જરૂરી યુદ્ધ ધોરણે હાથમાં લેવું
જોઈએ.
-ગૌતમ દેસાઈ, મુંબઈ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…