Sataraની બેઠક કૉંગ્રેસને આપશે Sharad Pawar? Congressના આ દિગ્ગજ નેતાએ શું કહ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાતારાની બેઠક રાજકીય રીતે મહત્વની છે. અહીંથી રાજવી પરિવારના ઉદયન રાજે ભોંસલે હજુ ભાજપે ટિકિટ આપી નથી. 2019ની પેટાચૂંટણીમાં શરદ પવારના પક્ષ એનસીપી સામે બળવાખોરી કરી ઉદયનરાજે ભાજપમાં ગયા હતા અને અહીંથી તેઓ રાજ્યસભાના સાંસદ પણ બન્યા, પરંતુ હવે તેમણે લોકસભા માટે દિલ્હીમાં જઈ પ્રયત્નો કર્યા હોવા છતાં હજુ સુધી ઉમેદવાર તરીકે તેમનું નામ બહાર આવ્યું નથી. ત્યારે તે ફરી શરદચંદ્ર પવારની એનસીપીમાં જશે કે તેમ તેવી અટકળો વચ્ચે શરદ પવાર નવો જ દાવ ખેલવાના હોવાની ચર્ચા થઈ રહી છે.
મહાવિકાસ આઘાડીમાં સાતારાની બેઠક શરદ પવારના પક્ષના ફાળે આવી છે, પરંતુ શરદ પવાર આ બેઠક કૉંગ્રેસને આપવા માગે છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ Prithviraj Chauhan અહીંથી ચૂંટણી લડે તેવી શરદ પવારની ઈચ્છા હોવાનું જાણવા મળ્યું છે. એનસીપીના નેતા જયંત પાટીલે આ મામલે ચવ્હાણ સાથે મુલાકાત પણ કરી હતી. ચવ્હાણે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે જયંત પાટીલ મને મળવા આવ્યા હતા. આ બેઠક શરદ પવારના પક્ષની છે. જો તેઓ કહેશે અને મારો પક્ષ મને આદેશ આપશે તો હું લડવા માટે તૈયાર છું.
હવે શરદ પવાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેજોવાનું રહ્યું. ઉદયનરાજેને ફરી એનસીપીમાં આવે તો પણ આ બેઠક આપવાનો પવારે એક પત્રકાર પરિષદમાં ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી કોઈ શકયતા નથી.