આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપે તળપદા કોળી સમાજની અવગણના કરી છે, એનું પરિણામ ભોગવવું પડશે: સોમા પટેલ

ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચુક્યા છે. ગુજરાતના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે કેટલાક નેતાઓ લોકસભા ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરતા જોવા મળે છે. સમાજના નામ પર રાજકારણ રમતા નેતાઓ પણ મેદાને આવ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ આ મુદ્દે ભાજપ પર નિશાન સાંધતા ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચિમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Gujarat by election: વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, તેના પગલે વિરોધનો વંટોળ વકર્યો છે. સુરેન્દ્રનગર તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં ખાસ હાજરી આપી હતી અને ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપે તેવી માંગ કરી હતી. તળપદા કોળી સમાજના આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી.

આ પણ વાંચો: ભાજપે ગુજરાતની તમામ સીટો માટે ઉમેદવારો કર્યા ફાઈનલ, નવી યાદીમાં આ 6 નેતાઓના નામ જાહેર

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને સાત વખત લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા સોમાભાઈ ગાંડાભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ સીટો જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર તળપદા કોળીની છે, પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજને અન્યાય કરે છે. આ અન્યાય માટે આ વખતે ભાજપ જો આ સીટનો ઉમેદવાર નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. આજે સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે, આ મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે. ભાજપે તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી છે, એનું પરિણામ પણ ભોગવવું પડશે.

આ પણ વાંચો: Bjpની બંગાળની યાદીમાં મોટી સરપ્રાઈઝ, સંદેશખાલી પીડિત રેખાને ભાજપે ટિકિટ આપી

સોમાભાઈ ગાંડાએ વધુમાં જણાવ્યું કે, મને જો કોંગ્રેસ ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ એમાં કોઈ શંકા નથી. હું સાત વખત ચૂંટણી લડ્યો છુ અને પાર્ટી ટિકિટ આપશે તો લડીશ પણ હું ટિકિટ માંગવા જવાનો નથી. જો કૉંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button