પ્રજામત

પ્રજામત

‘સરકારશ્રી આપણે બારણે’ની ભીતર…!?
હાલમાં ‘સરકારશ્રી આપણે દ્વારે’ કાર્યક્રમ રાજ્યના વિવિધ વિભાગોમાં પ્રારંભ થઈ ચૂકેલ છે, જેમાં મહદંશે નેતાગણનો પ્રચાર-પ્રસાર અધિક માત્રામાં દીસે છે. આ પૂર્વે આ પ્રકારના કાર્યક્રમો થયેલ હશે પણ અમે જાણ્યા કે જોયા નથી. કથિત કાર્યક્રમ માટે થનાર ખર્ચ: મંડપ, આસન વ્યવસ્થા, કાર્યક્રમ માટે આવનાર સેંકડો બસ ગાડીઓ અને જાહેરાત પર થનાર કેટલાયે કોટિ રૂપિયાનો ખર્ચ સરકારી તિજોરીમાંથી થાય છે કે પછી આની પાછળ કોઈ ‘હિતચિંતક’ હોય છે?
અમારો સાલસ અભિપ્રાય છે: “કથિત ખર્ચની સંપૂર્ણ માહિતી સર્વ જણને ઉપલબ્ધ કરાય તો સરકારશ્રીની કાર્યશૈલી પારદર્શક ગણાય.
પ્રિન્સિ. કે.પી. બારોટ ‘નીલેશ’

અંધેરી-મુંબઈ

જી. એસ. ટી. કૌભાંડ
તા. ૧૨-૧-૨૦૨૪ના રોજ ભાવનગરમાં જીએસટી ૫૦,૦૦૦ કરોડનું કૌભાંડ પકડાયું. આવા કૌભાંડો સુરત, જામનગર અને રાજકોટમાં વારંવાર પકડાય છે. આનું કારણ ૧૮% જીએસટી છે. એક બિલમાં ૨ થી ૨.૫૦ લાખનો જીએસટી બને છે. વેપારી ના કમાય એટલું સરકાર કમાય છે. ફક્ત ૪%ના બોગસ બિલો મળે છે. હવે અમુક લોકો બોગસ બિલોનો બિઝનેસ લઈને બેઠા છે. ફેમેલીમાં ચાર, પાંચ મેમ્બર હોય દરેકના નામે કંપની ખોલીને બોગસ બિલોનો ધંધો ધમધોકાર ચલાવે. પકડાય તો આમા મોટી સજા નથી. વર્ષ બે વર્ષમાં કરોડો રૂપિયા બનાવી લે છે. આવી પરિસ્થિતિમાં પ્રામાણિક વેપારીનો મરો થઈ જાય છે. બોગસ બિલોની સામે કોમ્પિટિશન થઈ શકે નહિ. પરિણામે ધંધો કરવો મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત બોગસ બિલ આપવાવાળાની કંઈ જવાબદારી નથી રહેતી. તમે જો પ્રામાણિકપણે સ્ક્રેપ ખરીદો પણ સપ્લાયર બોગસ બિલ પકડાવી દે તો તમને શું ખાતરી થાય કે આ બિલ બોગસ છે કે સાચું છે. બોગસ બિલવાળા છુટી જાય અને પ્રામાણિક વેપારીને જીએસટી ભરવાનો આવી પડે એટલે સાચા વેપારી ગોતવા પણ મુશ્કેલ છે. નવા વેપારીથી ખરીદી કરવી પણ જોખમ છે. એટલે બિઝનેસમાં પણ લીમીટેશન આવી જાય છે.

  • અરવિંદ ગાંધી

વિલેપાર્લા (વેસ્ટ)

બોર્ડ-નિગમના નિવૃત્ત કર્મચારીઓ અંગે.
ગુજરાતના બોર્ડ અને નિગમમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને હાલ પેન્શન પેટે મહીને માંડ એક હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા જ મળતા હોવાથી વધતી જતી મોંઘવારીમાં તેઓ દયનીય હાલતમાં જીવી રહ્યા છે. તેમના પેન્શનની રકમને સન્માનીય બનાવવા તેમાં યોગ્ય વધારો કરી આપવા અવાર-નવાર માંગણી કરવામાં
આવી છે.
આવા કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળેલી પીએફની રકમ સામાજિક ખર્ચમાં જ વપરાઈ જાય છે. વળી આવા કર્મચારીઓ પાસે એપીએલ રેશનિંગ કાર્ડ હોવાથી રેશનિંગની દુકાનમાંથી તેમને અનાજ કઠોળ કે જીવનજરૂરી ચીજવસ્તુઓ મળતી નથી. આ સ્થિતિમાં આવા કર્મચારીઓ સન્માનનીય રીતે જીવન ગુજારો કરી શકે તેવું પેન્શન આપવું જોઈએ. તેવી ખૂબ જ તીવ્ર લાગણી બોર્ડ-નિગમના લાખ્ખો નિવૃત્ત કર્મચારીઓમાં પ્રવર્તિ રહી છે. સરકાર આ અંગે વિચારશે?

  • મહેશ વી. વ્યાસ
    મુ. પો. પાલનપુર
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…