મેટિની

સ્ક્રિપ્ટ લખતાં શીખીને કરી શકશો લાખોની કમાણી

રોજ જાણે-અજાણે તમે ડઝનભર નાની નાની ફિલ્મો, રીલ્સ, ઈન્ટરવ્યૂ વગેરે ક્ધટેન્ટ જોયા કરતા હશો, જેનાથી તમારું મનોરંજન થતું હશે. તમને તેમાંથી આનંદ મળતો હશે અથવા કશું શીખવા મળતું હશે. આ બધી વસ્તુઓ આમ જ હવામાંથી નથી આવી જતી. તેને પહેલાં વ્યવસ્થિત રીતે લખવામાં આવે છે

વિશેષ -નરેન્દ્ર કુમાર

તમારામાં લોકોને મંત્રમુગ્ધ કરી નાખે એવી શૈલીમાં વાર્તા સંભળાવવાની કળા છે, જો તમારામાં આકર્ષક કથાઓ લખવાની આવડત છે. તો સ્ક્રિપ્ટ લેખનની કારકિર્દી તમારા માટે જ ઘડાયેલી છે. કેમ કે આજનો સમય ઈતિહાસના કોઈપણ સમયગાળા કરતાં સૌથી વધુ ક્રિયેટિવ સમયગાળો છે. આને એવી રીતે સમજી શકાય કે જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે અને તેના પર જો થોડા કલાકો તમે તેની સાથે ગાળો તો રોજ જાણે-અજાણે તમે ડઝનભર નાની નાની ફિલ્મો, રીલ્સ, ઈન્ટરવ્યૂ વગેરે ક્ધટેન્ટ જોયા કરતા હશો, જેનાથી તમારું મનોરંજન થતું હશે. તમને તેમાંથી આનંદ મળતો હશે અથવા કશું શીખવા મળતું હશે.

આ બધી વસ્તુઓ આમ જ હવામાંથી નથી આવી જતી. તેને પહેલાં વ્યવસ્થિત રીતે લખવામાં આવે છે, પછી જ તેનું ફિલ્મીકરણ કરવામાં આવતું હોય છે. વાસ્તવમાં ફિલ્મીકરણ થનાર કોઈપણ વાર્તા પછી તે નાની હોય કે મોટી સ્ક્રિપ્ટ સ્વરૂપમાં હોય છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે આજની તારીખે આપણી આસપાસ સવારે જાગ્યાથી લઈને રાતે સૂવા સુધી
કેવી રીતે સ્ક્રિપ્ટ અથવા પટકથાઓ વિખેરાયેલી છે.

હવે તમે સહેલાઈથી સમજી શકશો કે આખરે દરેક સંભળાવવામાં આવતી વાર્તા કે ફિલ્મીકરણ થઈ રહેલી પટકથા ગમે તે વ્યક્તિ તો લખી શકે નહીં, આને માટે ખાસ ક્રિયેટિવ લેખકો હોય છે. આથી જો તમારામાં પણ કશું લખવાની કે રસપ્રદ રીતે વાત કરવાની કળા હોય તો ૧૦૦ ટકા તમે સ્ક્રિપ્ટ રાઈટર બની શકો છો.

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે દેશમાં સેંકડો ઈન્સ્ટિટ્યૂટ્સ છે, જેઓ માસ કમ્યુનિકેશન શીખવાડવાની સાથે જ સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ શીખવાડે છે. આવી જ રીતે જે યુનિવર્સિટી કે કોલેજોમાં પત્રકારત્વ ભણાવવામાં આવે છે તે પત્રકારત્વના ભણતરનો એક ભાગ સ્ક્રિપ્ટ રાઈટિંગ અથવા પટકથા લેખન પણ હોય છે.

ઔપચારિક રીતે પટકથા કે સ્ક્રિપ્ટ લખવાનું શીખવા માગતા હો તો એકેડેમિક રીતે તેમાં આગળ વધવા માટે જર્નાલિઝમ અથવા તો માસ કમ્યુનિકેશનના કોઈપણ અભ્યાસક્રમની ડિગ્રી અથવા તો ડિપ્લોમા મેળવી લેવો. હવે તો લગભગ દેશના
મોટા ભાગનાં શહેરોમાં અને ઓનલાઈન સેંકડો સ્ક્રિપ્ટ રાઈટિંગ શીખવાડતી
કોઈ સંસ્થાનો સર્ટિફિકેટ કોર્સ કરી
શકાય છે.

અત્યારે આપણે વાત એકેડેમિક રસ્તાને બદલે વ્યાવહારિક બાબત જણાવવા પર ફોકસ કરી રહ્યા છીએ. દા. ત. પહેલાં તો એ સમજી લો કે સ્ક્રિપ્ટિંગ અથવા તો સ્ક્રિપ્ટ રાઈટિંગ કેવી રીતે કરવામાં આવે છે? આ કરવા માટે વ્યવસ્થિત રીતે પાંચ પગલાં લેવામાં આવે છે. સૌથી પહેલાં તો નક્કી કરી નાખો કે સ્ક્રિપ્ટ શા માટે લખવી છે. એટલે કે આપણે કશું કહેવા માગીએ છીએ કે લોકોને કોઈ નવી વાર્તા સંભળાવવા માગીએ છીએ.

બીજી આવશ્યકતા એ છે કે આપણી પાસે કોઈ વાર્તા કે વિચાર પહેલેથી હોવો જોઈએ. અથવા તો એમ પણ કહી શકાય કે જો આપણે સ્ક્રિપ્ટ લખવા માગતા હોઈએ તો આપણી પાસે તેનો વિષય હોવો જોઈએ. હવે હાથમાં વિષય આવી જાય તો નક્કી કરો કે આપણી વાત કહેવા માટે કોઈ માધ્યમ હોવું જોઈએ. નિશ્ર્ચિત રીતે આ માધ્યમ પાત્ર છે, જેના માધ્યમથી વાર્તા કહેવાની છે. આના પછીના પગલાંમાં આપણે કહેવાની વાર્તાના એવી રીતે તાણાવાણા ગોઠવવાના હોય છે કે લોકોને કથા કહી રહ્યા છો તેની જાણ ન થાય એટલી રસપ્રદ રીતે કથા સાંભળવા કે પછી વાંચવા માટે મળે. સ્ક્રિપ્ટિંગનું છેલ્લું ચરણ વાર્તા કે પછી કથાને અલગ અલગ દૃશ્યો અથવા તો સીન્સમાં વહેંચી નાખવાનું કામ હોય છે.

હવે સવાલ એવો થઈ શકે છે કે સ્ક્રિપ્ટ લખતાં તો તમે શીખી લીધું પણ આ સ્ક્રિપ્ટને વેચવા માટે ક્યાં જશો?

સ્ક્રિપ્ટ વેચવાના અનેક રસ્તા છે. સૌથી પહેલાં તો તમારી કોઈ સ્ક્રિપ્ટ વેચવી હોય તો સારું છે કે તમારી પોતાની કોઈ વેબસાઈટ કે પછી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હોય. જ્યાંથી તમે એવા લોકોનો સંપર્ક કરી શકો જેઓ ખરેખર તમારી પાસેથી કથા લેવા
માગે છે.

આ પણ શક્ય ન હોય તો એમેઝોન કે પછી ઈબે (યઇફુ) જેવા માર્કેટ પ્લેસમાં જઈ શકાય અને પોતાની સ્ક્રિપ્ટ માટે
ગ્રાહકો શોધી શકાય. આની સાથે જ
પટકથા લેખનના ક્ષેત્રે તક શોધવા માટે
અલગ અલગ પ્રકારની પટકથા સંબંધી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકાય છે. જેની જાણકારી ઓનલાઈન મળી શકે છે.

આની સાથે જ અલગ અલગ સ્થળે થઈ રહેલા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સહભાગી થવું, જેમાં પટકથા લેખન માટેનું બજાર હાજર હોય છે. અહીં તમે તમારી પટકથા વેચી શકો છો અથવા તો એવા લોકોનો સંપર્ક કરી શકો છો જે લોકોને તમારી પટકથાની જરૂર છે.

છેલ્લો રસ્તો છે કે ફેસબૂક અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની જાહેરાત કરવી. લોકોને જણાવો કે તમે પટકથા લેખક છો અને કામ મેળવવા માગો છો. મુંબઈમાં સેંકડોની સંખ્યામાં પ્રોડક્શન હાઉસ આવેલા છે. ત્યાં પોતાનો બાયોડેટા મોકલી આપો, જેથી કોઈને તમારી જરૂર હોય તો તમને સંપર્ક કરી શકે. આમ જોવા જઈએ તો જેવી રીતે અન્ય કોઈપણ ક્ષેત્રમાં કામ શોધી શકાય છે એવી જ રીતે આ ક્ષેત્રમાં પણ કામ શોધી શકાય છે. ફરક એટલો જ હોય છે કે પટકથા લેખનના ક્ષેત્રમાં કામ કરનારા ૯૯ ટકા લોકો ફ્રી-લાન્સર
હોય છે.

એક સામાન્ય સ્તરનો પટકથા લેખક સહેલાઈથી ૬૦-૭૦,૦૦૦થી લઈને ૧.૫-૨.૦ લાખ રૂપિયા કમાઈ શકે છે. જોકે, આ સ્થિતિ ત્યારે આવશે જ્યારે તમારું કામ ચાલવા લાગશે. દરેક ક્ષેત્રની જેમ જ અહીં પણ તમારો અનુભવ તમારી બેસ્ટ માર્કેટ બનાવે છે. જો તમારી લખેલી પટકથા બજારમાં પોતાની હાજરી નોંધાવી શકે છે તો સમજી લ્યો કે તમારી પાસે કામની
કોઈ અછત રહેશે નહીં અને વર્ષે તમે ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયા કમાઈ લેશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button