મહારાષ્ટ્ર

PM Modi આજે મહારાષ્ટ્રના પ્રવાસે: 35,000 કરોડની યોજનાની આપશે Gift

મુંબઈ/યવતમાળઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે મહારાષ્ટ્રના પ્રવાસે આવશે, જેમાં વિવિધ યોજનાનું ઉદ્ગાટન અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મોદીએ વિદર્ભ રિજનના યવતમાળ (Yavatmal Visit)માં લગભગ 35,000 યોજનાનું ઉદ્ઘાટન કરશે. વિવિધ યોજના પૈકી રુપિયા 4,900 કરોડ રુપિયાની રેલવે, રોડ અને સિંચાઈના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

પીએમ-કિસાન યોજના અન્વયે 21,000 કરોડ રુપિયાની 16મી શ્રેણી જાહેર કરવામાં આવશે. ઉપરાંત, નમો શેતકરી યોજના અન્વયે 3,800 કરોડ રુપિયાની બીજી અને ત્રીજી શ્રેણી જાહેર કરવામાં આવશે. સાડા પાચં લાખ મહિલાઓને સેલ્ફ ફાઈનાન્સ ગ્રુપને રિવોલ્વિંગ ફંડના 825 કરોડ રુપિયાનું વિતરણ કરવામાં આવશે.

એના સિવાય પીએમ મોદી આવાસ ઘરકુલ યોજના લોન્ચ કરશે અને એક કરોડ આયુષ્માન કાર્ડનું વિતરણ કરશે. આજે પીએમ મોદી સાંજના મહારાષ્ટ્રની મુલાકાતે આવશે.

પીએમ મોદી ખેડૂતોની આત્મહત્યાના ગઢ યવતમાળમાં સાડાચાર વાગ્યે પહોંચશે, જ્યારે 4,900 કરોડની વિવિધ યોજનાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, એક જાહેર કાર્યક્રમમાં પીએમ કિસાન અને અન્ય યોજના અન્વયે લાભ જારી કરશે. અહીંના કાર્યક્રમમાં બે લાખ મહિલા આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ઓબીસી વર્ગ માટે મોદી આવાસ ઘરકુલ યોજનાની શરુઆત કરશે, જેમાં 2023-2024થી 2025થી 2026 સુધી કુલ દસ લાખ ઘરનું નિર્માણ કરવાની યોજના છે. પીએમ આ યોજનાના 2.5 લાખ લાભાર્થીને 375 કરોડ રુપિયાનો પહેલો હપ્તો આપશે.

પીએમ મરાઠવાડા અને વિદર્ભ ક્ષેત્રમાં અનેક સિંચાઈ યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જે વડા પ્રધાન કૃષિ સિંચાઈ યોજના અને બલિરાજા જલ સંજીવની યોજના અન્વયે 2,750 કરોડ રુપિયાના વધુ ખર્ચથી વિકસિત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button