ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS ENG 4th Test: રાંચીમાં ભારતનો યશસ્વી વિજય, અંગ્રજોનો ઘમંડ ચકનાચૂર કર્યો “હિટમેન”ની ટીમે

નવોદિત Jurel બીજી ઇન્નિંગમાં પણ ઝળક્યો, ગિલ મહત્વપૂર્ણ રમત રમ્યો

રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતને યશસ્વી વિજય મેળવ્યો હતો, જેમાં આજે લંચ પછી ઇંગ્લેન્ડ સામે ભારત વિજયી બન્યું હતું. ચોથી ટેસ્ટમાં વિજયી બનવા માટે રોહિત શર્માની ટીમને મહેનત કરવી પડી હતી, જેમાં રોહિત અને યશસ્વી જયસ્વાલ સિવાય ઓપનર સહિત મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યા હતા. આમ છતાં આજે વિનર બેટર તરીકે શુભમન ગિલ અને નવોદિત D. Jurelએ ફરી એક વાર મહત્વની જવાબદારી પૂર્ણ ઈનિંગ રમતા ભારત પાંચ વિકેટથી વિજયી બન્યું હતું. ભારતની પહેલી વિકેટ 90 રનના સ્કોર પર પડી હતી, જેમાં રોહિત આઉટ થયા પછી ગિલ સાથે જુરેલ મહત્વની રમત રમીને ભારતને યશસ્વી વિજય અપાવ્યો હતો. વ્યક્તિગત રીતે શુભમન ગિલે 124 બોલમાં 52 રન કર્યા હતા, જ્યારે જુરેલે 77 બોલમાં 39 રને નોટ આઉટ રહીને ભારતને વિજય અપાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાની 84 રને પહેલી વિકેટ (જયસ્વાલ 44 બોલમાં 37 રન કર્યા) પડી હતી, ત્યાર બાદ બીજી વિકેટ 99 રનના સ્કોરે રોહિત શર્મા (81 બોલમાં પંચાવન રનના સ્કોર) આઉટ થયો હતો. બંને નવોદિત સરફરાઝ ખાન અને રજત પાટીદાર પણ ઝીરોમાં આઉટ થયા હતા. 100 રનના સ્કોર પર ઇન્ડિયાની ત્રીજી વિકેટ રજત પાટીદારના સ્વરૂપમાં પડી હતી, જ્યારે ચોથી અને પાંચમી વિકેટ 120 રનના સ્કોર પર પડી હતી. ઇંગ્લેન્ડ વતીથી સૌથી વધારે વિકેટ શોહેબ બશીરને મળી હતી, જ્યારે એક એક વિકેટ જો રુટ અને ટોમ હાર્ટલીને મળી હતી.

રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલી બેટિંગ લઈને 353 રન બનાવ્યા હતા અને એના જવાબમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો અને ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. એના પછી ત્રીજા દિવસે ઇંગ્લેન્ડ બીજા 145 રન બનાવી શક્યું હતું. 62 ઓવરમાં ભારત પાંચ વિકેટે 192 રન બનાવી વિજયી બન્યું હતું. આજનાં વિજય સાથે પાંચ ટેસ્ટની સિરિઝમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 3-1થી આગળ થયું છે, જ્યારે આજની મેચમાં વિજયથી અંગ્રેજ ટીમનો ઘમંડ ચકનાચૂર કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button