આમચી મુંબઈ

ભારતીય એર ફોર્સનું પરાક્રમ લીવરને પુણેથી દિલ્હી એરલિફ્ટ કરાવ્યું

મુંબઈ: ભારતીય સેના દરેક મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના લોકોની મદદ માટે આગળ રહે છે. ભારતીય સેનાની બહાદુરીના અનેક કિસ્સા આપણે જોયા છે. તાજેતરમાં ભારતીય એર ફોર્સને મળેલી શોર્ટ નોટીસ બાદ ડોર્નિયર પ્લેનને એક પૂર્વ આર્મી જવાનનો જીવ બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું.

૨૩ ફેબ્રુઆરીએ ઇન્ડિયન એર ફોર્સની મદદથી ડૉક્ટરની એક ટીમને પૂર્વ આર્મી સૈનિકનો જીવ બચાવવા માટે લીવર (યકૃત) સાથે પુણેથી નવી દિલ્હીના આર્મી હૉસ્પિટલ એરલિફ્ટ કરાવવામાં આવી હતી. એર ફોર્સના આ ઓપરેશનની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવી છે.

એક અધિકારીએ માહિતી આપી હતી કે ૨૩ ફેબ્રુઆરીની રાતે મહારાષ્ટ્રના પુણેથી દિલ્હીના એક આર્મી હૉસ્પિટલમાં ઓપેરેશન દરમિયાન સેનાના પૂર્વ જવાનને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. આ માહિતી ભારતીય વાયુ સેનાને મળ્યા બાદ શોર્ટ નોટિસમાં ઇન્ડિયન એર ફોર્સના ડોર્નિયર એરક્રાફ્ટને તૈયાર કરી ડૉક્ટરોની એક ટીમ સાથે લીવરને સુરક્ષિત રીતે પહોંચાડી પૂર્વ સૈનિકનો જીવ બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું.

એર ફોર્સ દ્વારા આ મિશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. દિલ્હીના કૈટ વિસ્તારમાં એક આર્મી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલમાં આર્મીથી જોડાયેલા અધિકારીઓ અને તેમના પરિવારની સારવાર કરવામાં આવે છે. આ પહેલા પણ ગયા વર્ષના જુલાઈ મહિનામાં એર ફોર્સ દ્વારા નાગપુરથી પુણે એક હૃદયને એરલિફ્ટ કરાવવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત