આ શું પહેરીને નીકળ્યા ભાઇજાન! વીડિયો વાયરલ થયો

બોલિવૂડના ભાઇજાન ગણાતા સલમાન ખાનનો સ્વેગ બધાથી અલગ જ છે. લોકોને પણ તેમની સ્ટાઇલ ઘણી પસંદ આવે છે અને તેમના ફેન્સ હંમેશા તેમની સ્ટાઇલ, પહેરવેશની નકલ કરતા જોવા મલતા હોય છે. સલ્લુ ભાઇ સામાન્ય રીતે તેમના લુકને કેઝ્યુઅલ રાખવા માટે જાણીતા છે. પણ હાલમાં જ ભાઇજાને તેમના એરપોર્ટ લુકથી બધાને ચોંકાવી દીધા હતા. તમને નવાઇ લાગશે કે ભાઇજાને એવું તો શું પહેર્યું હતું કે બધા ચોંકી ગયા. તો અમે તમને એ જ જણાવીશું.
હકીકતમાં સલ્લુભાઇ તેમની સુરક્ષા ટીમ સાથે શુક્રવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સ્ક્રીન પર અને ઑફ-સ્ક્રીન બંને રીતે તેના કરિશ્મા માટે જાણીતા, શુક્રવારે સવારે સલમાનના એરપોર્ટ દેખાવે ચાહકો અને પાપારાઝીઓમાં ઉત્તેજના ફેલાવી હતી. તેમના એરપોર્ટ લુકથી બધા ચોંકી ગયા હતા. આમ તો તેમણે પર્પલ રંગનું સામાન્ય ટી શર્ટ અને સાથે ગર્જના કરતા વાઘના મોટિફવાળા જેકેટની પેર કરી હતી, પણ તેમણે પહેરેલા ટ્રાઉઝરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સલમાને જે પેન્ટ પહેર્યું હતું , તેના પાછળના ભાગમાં તેનો જ ફોટો પેઇન્ટ કરેલો હતો. સલમાનના પેન્ટના પાછળના ભાગમાં તેનો ચહેરો દોરવામાં આવ્યો હતો. સલમાને પર્પલ ટી અને જેકેટ સાથે પેન્ટની સ્ટાઇલ કરી હતી. તે ટોપી પહેરીને અને ખભા પર બેગ લીધી હતી. સલમાન જ્યારે એરપોર્ટ પર પ્રવેશ્યો ત્યારે તેની ટીમ સાથે હળવી પળો માણતો જોવા મળ્યો હતો.
એક પાપારાઝીએ સલમાનના આવા દેખાવનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પર તેમના ચાહકોની જોરદાર કમેન્ટ્સ આવી રહી છે. તેમની ફેશન સેન્સ પર ટિપ્પણી કરતા એક યુઝર્સે લખ્યું હતું કે “તેની ડ્રેસિંગ સેન્સ જુઓ, તે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી હતી “આયલા, દો-દો ભાઈ.” તો અન્ય એક યુઝરે લખ્યુ હતું કે “સ્મિત સે કરેંગે સબકા સ્વાગત.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમય પહેલા આવેલી તેમની ફિલ્મ ‘ટાઈગર 3’ લોકોની અપેક્ષાઓથી ઉણી ઉતરી છે. તેમના ધર્મા પ્રોડક્શન્સ સાથે અને વખાણાયેલા દિગ્દર્શક સૂરજ બડજાત્યા સાથે સંભવિત સહયોગની અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત સુપર સ્ટાર શાહરૂખ સાથએ ‘ટાઈગર vs પઠાણ’ ફિલ્મની પણ અટકળો છે. તેમના ભાઈ સોહેલ ખાને પુષ્ટિ કરી હતી કે સલમાન આવતા વર્ષે શેર ખાનના નિર્માણમાં ઝંપલાવશે.