મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
શ્રી પ્રેમભુવનભાનુ સૂરિ સમુદાયના પ.પૂ. શ્રમણી ગણનાયક અભયશેખર સૂરિ મ.સા.ના આજ્ઞાવર્તી માતૃહૃદયા પૂ. રોહિણાશ્રીજી મ.સા.ના પરમતપસ્વી પ્રશિષ્યા પૂ. ઉજવલ્લધર્માશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી નિર્વાણ પ્રભાશ્રીજી મ.સાહેબ બા-મહારાજ (ઉં. વ. ૭૮) તા. ૧૪.૨.૨૪ના સિદ્ધવડ (પાલીતાણા) મુકામે કાળધર્મ પામેલ છે. પૂ.આ.શ્રી મેઘવલ્લભ સૂરિશ્ર્વરજી મ.સા.ના (સંસારી પક્ષેશ્રાવીકા) પૂ.આ.શ્રી ઉદયવલ્લભ સૂરિશ્ર્વરજી, પૂ.આ.શ્રી હૃદયવલ્લભ સૂરિ મ.સા.ના બા મહારાજ સંસારી પક્ષે: જસપરાવાળા માતુશ્રી ગજરાબેન ગીરધરલાલ જીવણલાલની સુપુત્રી (પીયર). શ્ર્વસુરપક્ષે: ભાવનગરવાળા કાંતીલાલ લલ્લુભાઈ શાહ (ડેરીવાળા)ના પુત્રવધૂ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ડોંબીવલીના શાહ તલકચંદ પાનાચંદના સુપુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૯) તા. ૧૮-૨-૨૦૨૪ને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. તે જતીન તથા અમીના પપ્પા. તેજસભાઈ તથા બિજલના સસરા. વિનયચંદ, ઉત્તમચંદ, ગુણવંતભાઈ, અરવિંદભાઈ, સરોજબેન તથા લલિતાબેનના ભાઈ. જાળીયાવાળા ઉમેદચંદ અમૃતલાલ શાહના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ: ૧૫, ગુરુ દર્શન, માનપાડા રોડ, કસ્તુરી પ્લાઝા સામે, ડોંબીવલી (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ભોગીલાલ વીરજી દેઢીયા (ઉં. વ. ૮૫) તા. ૧૮/૨ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન વીરજી માલશીના સુપુત્ર. હેમલતાના પતિ. મુકેશ, વંદના, જયેશ, દર્શનાના પિતાશ્રી. ઝવેરીલાલ, પ્રભાબેન, દેવચંદના ભાઇ. પાનબાઇ મોરારજી જેઠા ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ દેઢીયા, ૨૭ પંકજ ભવન, ત્રીજે માળે, કરેલ વાડી, ઠાકોર દ્વાર, ચર્ની રોડ (ઇ), મું. ૨.
કપાયાના સંજય કાંતીલાલ કોરાણી (ઉં. વ. ૪૮) તા. ૧૯-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. હેમલતા કાંતીલાલના પુત્ર. ચિત્રાના પતિ. કીરણના ભાઇ. આશાબેન વસંતલાલ સતરાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.), મું. ૨૮. ટા. ૨ થી ૩.૩૦. નિ. કિરણ કોરાણી, બી-૧૦૭, જય ગણેશ કૃપા, રઘુવીરનગર, ડોંબીવલી (ઇસ્ટ) ૪૨૧૨૦૧.
મોટા આસંબીયાના ચંદ્રકાંત શામજી શાહ (છેડા) (ઉં. વ. ૭૬) તા. ૧૯-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સોનબાઇ અને બચુબેન શામજી કુંવરજીના પુત્ર. કિરણબેનના પતિ. નીલ, લકીશના પિતા. ગોધરા સ્વ. ભાણબાઇ લખમશી વોરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. નિ. ચંદ્રકાંત શાહ, ૨૮/૮, સહકારનગર, વડાલા (વેસ્ટ), મું. ૩૧.
દુર્ગાપુર (નવાવાસ) ઘાટકોપરના સુરેશ દામજી ગડા (ઉં. વ. ૭૯) તા. ૧૮-૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન દામજી ડુંગરશીના પુત્ર. ભાનુના પતિ. હેમલ, અનુરા, સ્નેહલના પિતા. ના. ખાખર સ્વ. રતનબેન તલકશી ગણપતના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હેમલ સુરેશ શાહ, બંધુ નિવાસ, તિલક રોડ, ઘાટકોપર (ઇ.) ૭૭.
રતાડીયા (ગ.)ના જેવન્તી (જીવી) મગનલાલ ગાંગજી છેડા (ઉં. વ. ૬૭) ૧૯-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. તેજબાઇ ગાંગજી ભારમલના પુત્રવધૂ. સ્વ. મગનલાલના ધર્મપત્ની. પુનડીના બુધ્ધીબાઇ સ્વ. જખ્ખુ મુરજી મામણીયાના સુપુત્રી. મનીષા, ભારતી, રમીલા, પ્રેમીલા (પ્રીતી)ના માતુશ્રી. પુનડી સ્વ. કેશવજી, સ્વ. લખમશી, સ્વ. લક્ષમીબેનના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. પ્રેમીલા (પ્રીતી) દીપેશ ગાલા, એ/૫૦૧, શિવ કૃપા બિલ્ડીંગ, ધનજીવાડી, મલાડ (ઇ.) ૪૦૦૦૯૭.
ભોરારા હાલ પૂનાના માતુશ્રી સાકરબેન ગાંગજી દેઢિયા (ઉં. વ.૮૬) તા. ૧૬-૨-૨૪ ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી ભાણબાઈ મોણશી વેલજીના પુત્રવધૂ. ગાંગજીના ધર્મપત્ની. અશ્ર્વિન, નીતાના માતુશ્રી. માતુશ્રી મણીબેન/હીરબાઈ પ્રેમજી કાનજીના દીકરી. કેશવજી, જેઠાલાલ, શાંતિલાલ, જયંત, મીના, મધુ, જયશ્રીના બેન. પ્રાર્થના: વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંઘ સં. કરશન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦. નિ. અશ્ર્વિન ગાંગજી દેઢિયા, યુ-૮, કોનાર્ક કેમ્પસ, વિમાન નગર, પૂના- ૪૧૧૦૧૪.
રામાણીયાના અ.સૌ. કવિતા કૌશલ સાવલા (ઉં. વ. ૫૨) તા. ૧૯-૨-૨૪ના અવસાન પામેલ છે. ભાનુમતિ પ્રાણલાલના પુત્રવધૂ. કૌશલના પત્ની. દૃષ્ટિના માતા. ઉર્મિલાબેન પ્રેમજીના સુપુત્રી. હીરેન, કોટડી (મહા.) અલ્પા મનિષ, સ્વ. જીજ્ઞાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કૌશલ સાવલા, સી/૬, ગાલા નગર, મુલુંડ (વે), મું. ૮૦.
પત્રીના કસ્તુરબેન નરશી (મગન) ગડા (ઉં. વ. ૮૬) તા. ૧૯-૨-૨૪ ના અવસાન પામેલ છે. દેમુબાઈ દના રવજીના પુત્રવધૂ. નરશીના ધર્મપત્ની. ખુશાલ, બિપિન, ચંદ્રકાંત, કોક્લિાના માતુશ્રી. બેરાજાના પાનબાઈ ભાણજી વિકમાણી (ગજોડીઆ) ની સુપુત્રી. વસનજી, પ્રેમજી, દામજી, નાગજી, પ્રતાપુરના ચંચળબેન જયંતિના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બિપિન ગડા, સી/૬, કર્ણાટક સોસાયટી, ટી.એચ. કટારીયા માર્ગ, માટુંગા(વે.), મું. ૧૬.
ગઢશીશાના કસ્તુરબેન વસનજી ધારશી દેઢિયા. (ઉં. વ. ૮૫) તા.૧૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. આશબાઈ ધારશી ભાણજીના પુત્રવધૂ. નરેડીના પુરબાઈ વીરજી નાગજી ગાલાના પુત્રી. વસનજીભાઈ (મંગલભાઈ)ના ધર્મપત્ની. ભરત, રશ્મિ, શિલ્પાના માતુશ્રી. નાનજી, શામજી, પાનબાઈ, વિમલના બેન. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ નારાણજી શામજી વાડી. ટા.૪ થી ૫.૩૦. નિવાસ : વસનજી ધારશી દેઢિયા. ૩/૩૧ , રાજકમલ એપાર્ટમેન્ટ, બી-વીંગ, રાજકમલ સ્ટુડીયો, ડો.એસ.એસ.રાવ રોડ, પરેલ, મું. ૧૨.
બિદડાના ઓતરો ફળીયાના માતુશ્રી પ્રભાબેન ડો. દિનેશચંદ્ર દેઢીયા (ઉં. વ. ૮૩) તે ૧૯-૦૨-૨૦૨૪ના કચ્છમાં અરિહંત શરણ થયેલ છે. તે દેવકાબેન ખીમજી સુરજી દેઢીયાના પુત્રવધૂ બિદડાના જયાબેન ડો. ખીમજી વીરજી હરીયાના સુપુત્રી. કુંજન મહેન્દ્ર, કિરણ ધર્મેન્દ્ર, મમતા અંબરીષ, જસ્મી જયેશ, આરતી હીરેન, દિપાલી જીજ્ઞેશના માતુશ્રી. તે સ્વ. હીતેન, વસંતના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ સ્થાન : પ્રભાબેન દેઢીયા, ઓતરો ફળીયો, ગાંધી ચોક, બિદડા-કચ્છ. પીન-૩૭૦૪૩૫.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ સ્વ. કુંદનબેન રસિકભાઈ ખોડીદાસ લાખાણીના પુત્ર જીતેન્દ્ર લાખાણીના ધર્મપત્ની અ.સૌ. દીપલ (ઉં. વ. ૪૧) તે ૧૮/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ગારિયાધાર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. લતાબેન મહેન્દ્રભાઈ પરમાણંદદાસ ગાંધીના દીકરી. કૃપા મિલનકુમાર બાખડા, કાજલ દિનેશકુમાર દેસાઈ, સોનલ અલ્પેશ લાખાણીના ભાભી. પાયલબેન ધીરેનભાઈ જાગાણી તથા ચિંતનના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૨/૨૪ ના ૩ થી ૫. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાબરા નિવાસી હાલ બોરીવલી સ્વ.હસમુખલાલ હીરાલાલ સંઘરાજકાના ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. ૮૩) શનિવાર, તા.૧૭-૨-૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તે સુધીર, દિપક, કમલેશ તથા શૈલેષના માતુશ્રી. ભામિની, કોમલ, ડિમ્પલ અને સારિકાના સાસુ. પિયરપક્ષે જગજીવનદાસ મોહનલાલ અજમેરાના દિકરી. સ્વ.વાડીભાઇ, હર્ષદભાઈ, સ્વ.ભરતભાઇ, સ્વ.શારદાબેન હરેશભાઇ, પ્રવીણાબેન કમલેશભાઇ, ભારતીબેન તરૂણકુમારના બેન. સિદ્ધાર્થ, પૂજા, જીનલ, જય, દેવ, લબ્ધિના દાદીની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા.૨૨-૨-૨૦૨૪ના ૧૦.૦૦ થી ૧૨. સ્થળ: સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝ ની સામે, એલ.ટી.રોડ, બોરીવલી(વેસ્ટ).
પાલનપુરી જૈન
પાલનપુર નિવાસી હાલ મુંબઈ શ્રી પુનિતભાઈ કોઠારી (ઉં. વ. ૭૧) ૧૯.૨.૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયંતિલાલ સુંદરલાલ કોઠારીના સુપુત્ર. અરૂણાબેનના પતિ. રસેલ, અંકુર અને અનુજના પિતાશ્રી. સજની, ચાંદની અને ખ્યાતિના સસરા. મહેક, શનાયા અને હિતાંશના દાદા. સ્વ. જીવણલાલ છોટાલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, ૨૧.૨.૨૪ના ૪થી ૫.૩૦ સ્થળ ભારતીય વિદ્યા ભવન, કમા મુનશી માર્ગ, ચોપાટી મુંબઈ-૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ ગ્રાન્ટ રોડ હંસાબેન તેજાણી (મહેતા) (ઉં. વ. ૮૦) તે સ્વ. શાંતાબેન જેચંદભાઈ જમનાદાસ તેજાણીના પુત્રવધૂ. સ્વ. ખુશાલભાઈના ધર્મપત્ની. રીના ધવલ કાપડીયા તથા હેમંતના માતુશ્રી. સ્વ. મનુભાઈ, પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, અનસુયાબેન જયકુમાર લાખાણી, હેમલતાબેન વસંતરાય શેઠના ભાભી. પ્રેરણા તથા આદિત્યના નાની. સ્વ. છોટાલાલ ઘેલાભાઈ મોદીના દીકરી રવિવાર, ૧૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા: ૨૨-૨-૨૪, ગુરવારે સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦. ઠે: શ્રી કરસન લધુભાઈ નિસર હોલ, ૧લે માળે, ૧૨, જ્ઞાનમંદિર રોડ, એસ. કે. બોલે રોડ, દાદર (વે.).

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત