ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

PM Modi in Qatar: વડા પ્રધાન મોદી કતારના દોહા પહોંચ્યા, કતારના અમીર સાથે મુલાકાત કરશે

દોહા: યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં ગઈકાલે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) કતાર પહોંચી ગયા છે. દોહા(Doha) એરપોર્ટ પર કતારના વિદેશ રાજ્ય પ્રધાન સુલ્તાન બિન સાદ અલ-મુરૈખીએ વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી કતાર(Qatar)ના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

વડા પ્રધાન મોદીની આ મુલાકાત ખુબજ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કતારે તાજેતરમાં જ 8 ભૂતપૂર્વ ભારતીય નાવિકોને કેદમાંથી મુક્ત કર્યા છે. આ 8 ભારતીયોની ઓગસ્ટ 2022માં ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ઓક્ટોબર 2023 માં, કતાર કોર્ટે દરેકને મૃત્યુદંડની સજા સંભળાવી. જો કે, ડિસેમ્બરમાં કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી અને તાજેતરમાં જ તમામ 8 ભારતીયોને જેલમુક્ત પણ કરવામાં આવ્યા હતા.

કતાર પહોંચતા પહેલા વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી ,’હું કતારની સાર્થક મુલાકાતની રાહ જોઈ રહ્યો છું, જે ભારત-કતારની મિત્રતાને વધુ ગાઢ બનાવશે.’

દોહા એરપોર્ટ પર ઉતર્યા પછી, વડા પ્રધાન મોદી તેમના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળ્યા અને વેપાર અને રોકાણ, ઉર્જા, નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ફળદાયી ચર્ચા કરી. તેમણે બંને પક્ષો વચ્ચે મિત્રતાને આગળ વધારવાની ચર્ચા કરી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય સમુદાયે તેમનું દોહામાં જબરદસ્ત સ્વાગત કર્યું.

વડાપ્રધાન મોદીએ છેલ્લે 2016માં કતારની મુલાકાત લીધી હતી. અગાઉ કતારના અમીર 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ગયા વર્ષે 2023 એ ભારત અને કતાર વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા. કતારમાંથી 8 ભારતીયોની મુક્તિને દેશની મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button