આમચી મુંબઈ

ચેન્નઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ IndiGoની 6E-5188 ફ્લાઈટ અને…

મુંબઈઃ મંગળવારે મુંબઈ એરપોર્ટ એ સમયે અફડાતફડી મચી ગઈ હતી જ્યારે IndiGo એરલાઈનની મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈમાં બોમ્બ હોવાની ધમકી આપતો ફોન કોલ આવ્યો હતો. જોકે, ચેન્નઈથી મુંબઈ આવેલી આ ફ્લાઈટમાં કેટલા પ્રવાસીઓ છે એ અંગેની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહોતી. IndiGoની 6E-5188 ચેન્નઈ મુંબઈ ફ્લાઈટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી છે અને વધુ માહિતી મળે એની રાહ જોવાઈ રહી છે.

IndiGo દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે અને એરલાઈન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એરલાઈનને થ્રેટ કોલ મળ્યો છે અને પ્રવાસીઓની સેફટીની તકેદારી રાખીને પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે કોઈ પણ માહિતી મળશે તો તેની જાણ કરવામાં આવશે.


ચેન્નઈથી મુંબઈ આવી રહેલી IndiGoની ફ્લાઈટ 6E-5188માં બોમ્બ હોવાની ધમકી મળી છે. જરૂરી તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા માટે એરપોર્ટની સિક્યોરિટી એજન્સી દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને ફોલો કરવામાં આવી રહી છે અને ફ્લાઈટને પાર્કિગ એરિયામાં પાર્ક કરવામાં આવે છે. એક વખત તપાસ પૂરી થઈ જશે એટલે ફ્લાઈટ પાછી ટર્મિનલ એરિયામાં લઈ જવામાં આવશે, એવું ઈન્ડિગો એરલાઈન દ્વારા તેમના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે.


ઈન્ડિગોની આ ફ્લાઈટ ચેન્નઈથી મુંબઈ આવી રહી હતી અને મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતાં જ આ થ્રેટ કોલ મળ્યો હતો. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોઈ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે ફ્લાઈટમાં કેટલા પ્રવાસીઓ બોર્ડેડ છે એ અંગે કોઈ માહિતી જાણવા મળી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button