ઝુકરબર્ગ શું કરી રહ્યો છે એનું એને ભાન છે, આપણને છે?
આ માણસ-નામે માર્ક ઝુકરબર્ગ ધારે તો કોઈ જ ઈશારા વિના નાનકડા અમથા ફેરફારથી પણ કરોડો જિંદગીને ખાસ્સી હદે ડહોળી શકે એમ છે. ઝુકરબર્ગ પાસે જેટલો પાવર અત્યારે છે એટલો ઇતિહાસમાં કોઈ પણ મનુષ્ય પાસે હતો નહીં. સિકંદર કે નેપોલિયન કે રાણી વિક્ટોરિયાએ તો આની સામે ફિફા ખાંડ્યા કહેવાય
કેન્વાસ -અભિમન્યુ મોદી
ડિજે એટલે કે ડિસ્કો જોકી બન્યા છો ક્યારેય?
બનવું જોઈએ, કમસેકમ એક વખત. તમે એક ઊંચાઈ ઉપર એક સિસ્ટમ સાથે ઊભા છો અને એ પણ એકલા … તમારી નજર સામે બસ્સો લોકો મન મૂકીને નાચી રહ્યા છે. તમે એક બટન દબાવો છો, સ્ક્રીન ઉપર ટેરવાથી એક નાનકડું ટેપ કરો છો અને…!? ફક્ત મ્યુઝિક જ નથી બદલાતું, તમારી નજર સામે રહેલા બસ્સો માણસોના ડાન્સ બદલાઈ જાય છે- બસ્સો ચહેરાઓના હાવભાવ બદલાઈ જાય છે- ચારસો પગની રિધમ બદલાઈ જાય છે… કેટલાય કપલના આલિંગન છૂટે છે તો કેટલાયનાં નવા હગ ક્રિએટ થાય છે. આ બધું જોઈને તમે તમારી આંગળીના ટેરવા સામે જુઓ છો, તમારી આંગળીના ત્રણ વેઢામાંથી ઉપલા વેઢાનો અડધીયો ભાગ કેટલો પાવરફુલ હશે કે ઇન્સ્ટન્ટ બસ્સો જણની તત્કાલીન દિશા અને દશા બદલાઈ ગઈ તે કેફમાં તમે એવા રહો છો કે એક ઉઉં તરીકે તમને ત્યાં એકલું લાગતું નથી.
ઝુકરબર્ગ છેલ્લાં વર્ષોથી આ જ અનુભવી રહ્યો છે, પણ એ બસ્સો માણસોને નહીં અડધી દુનિયાને નચાવી રહ્યો છે.
ત્રણ અબજ કરતાં વધુ લોકો એટલે કે દુનિયાની વસતિના ત્રીજા ભાગ કરતાં પણ વધુ લોકો એ ના ઈશારે નાચી નથી રહ્યા-જિંદગી જીવી રહ્યા છે- રડી રહ્યા છે-ખડખડાટ હસી રહ્યા છે- મેમરિઝ બનાવી રહ્યા છે એ બધા કરિઅર બનાવી રહ્યા છે- પ્રમોશન મેળવી રહ્યા છે- ભાવવિભોર થઈ રહ્યા છે આજ લોકો બ્રેક-અપ કરી રહ્યા છે- મેડિકલ ઇમરજન્સીમાં મદદ માગી રહ્યા છે- દાન આપી રહ્યા છે ને સાથેસાથ પોતાનો ઢોલ ને બીજાનું સાંબેલું વગાડી રહ્યા …છે. લગ્ન કરી રહ્યા છે અને મરણ થાય તો પણ ઝુકરનાં જ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે…
આ માણસ-નામે માર્ક ઝુકરબર્ગ ધારે તો કોઈ જ ઈશારા વિના નાનકડા અમથા ફેરફારથી પણ કરોડો જિંદગીને ખાસ્સી હદે ડહોળી શકે એમ છે. ઝુકરબર્ગ પાસે જેટલો પાવર અત્યારે છે એટલો ઇતિહાસમાં કોઈ પણ મનુષ્ય પાસે હતો નહીં. સિકંદર કે નેપોલિયન કે રાણી વિક્ટોરિયાએ તો આની સામે ફિફા ખાંડ્યા કહેવાય. અકબર કે અશોકની પાછળ લાગતા ‘વિંય લયિફિ’ં ના વિશેષણ સામે જોઇને ઝુકરને હસવું આવતું હશે પણ એ હસતો નહીં હોય કારણ કે એની મહત્ત્વાકાંક્ષા જુદી છે અને બહુ ઊંચી છે.
હમણાં ઝુકરે એક ‘ફેસબુક’ પોસ્ટ શેર કરી મૂકી કે એણે એક ફાર્મ શરૂ કર્યું છે જ્યાં એ ગાયો ઉછેરી રહ્યો છે. હકીકતમાં તે ફાર્મ નથી પણ સ્લોટર હાઉસ છે. જ્યાં તે ગાયોને ઉછેરી રહ્યો છે – પણ દૂધ માટે નહીં પણ માંસ માટે. તે અમુક પ્રકારની ગાયોને બિઅર પિવડાવશે. સ્પેશિયલ ખોરાક ખવડાવશે, જેથી એનું ‘ડિલિસિયસ માંસ’ મળે. ઝુકર પોતાની જ પોસ્ટમાં લખે છે કે દરેક ગાય એક વર્ષે ૧૦ હજાર પાઉન્ડ જેટલો ખોરાક લે. ટૂંકમાં, અમુક તમુક કિલોગ્રામ માંસ મેળવવા માટે દસ વર્ષ સુધી હજારો કે લાખો કિલોગ્રામ ખોરાક – કુદરતી સ્રોતોનો ખુરદો બોલી જશે…
આમાં ધર્મની વાત નથી- સામાન્ય બુદ્ધિની વાત છે. ભૂખમરો અને ભાવવધારો નોન-વેજ ખાદ્ય પદાર્થોને કારણે થાય છે તેવું ઝુકર ખુદ સાબિત કરી રહ્યો છે.
આવી વિચારધારા ધરાવતા ઝુકરની એક બીજી ખાસિયત પણ જાણવા જેવી છે.
એ આખા વિશ્ર્વનો રાજા નહીં, પણ રાજાધિરાજ બનવા માગે છે. એની વ્યવસાય -ધંધો કરવાની રીતિ-નીતિ સમજો .એની પાછળની ઝુકરની મેન્ટાલિટી સમજો.
એ એવો નથી,જેને બાજુના ટેબલ ઉપર ઓર્ડર થયેલી ફૂડ ડિશ પોતે ઓર્ડર કરેલી ફૂડ ડિશ કરતાં વધુ યમ્મી લાગે. એ કેટેગરીમાં તો આપણે બધા આવીએ. ઝુકર તો એવો માણસ છે, જેને ખબર પડે કે બાજુના ટેબલમાં ઓર્ડર કરેલી ડિશ વધુ સારી છે તો એ ત્યારે ને ત્યારે એ ડિશ ખરીદી લેશે-મનમાં આવ્યું ને શક્ય હશે તો એ ટેબલ જ ખરીદી લેશે અને પછી એ ડિશનો ઓર્ડર દેનારા પેલા માણસને નોકરીએ રાખી લેશે., કારણ કે એને ખબર છે કે મને તો ઓર્ડર દેતા આવડતો નથી તો એના માટે ભાડૂતી માણસ જ રાખી
લઉં ને?! ઝુકરે આખી જિંદગી આ જ ધંધો
કર્યો છે! મૂળ તો ‘ફેસબુક’ એનો ખુદનો આઈડિયા ન હતો. એના એક કોલેજ મિત્રનો આઈડિયા હતો, જેને એણે ખરીદી લીધો. ‘ઈન્સટાગ્રામ’ અને ‘વોટ્સએપ’ પણ એનાં નહોતાં – એ પણ લઈ લીધું… એના સદનસીબે ‘નટિક-ટોક’ પર ઘણા દેશોમાં પ્રતિબંધ આવ્યો પછી થયું તો ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટા’માં ‘રિલ્સ’ ચાલુ કરી એનો ટ્રાફિક પણ ઝુકરે પોતાની બાજુ વાળી લીધો. હવે એ વીડિયોનું એક આખું અલગ જ સેક્શન ચાલુ કરીને એ ‘યુટ્યૂબ’ ને ટક્કર આપી રહ્યો છે. ‘માર્કેટપ્લેસ’ ચાલુ કરીને એ એકસાથે ઓએલએકસ – એમેઝોન અને એવી ઇ-કોમર્સ સાઈટ સાથે પણ સ્પર્ધા કરી રહ્યો છે…!
ટૂંકમાં પોતાનું કંઈ જ ઓરિજિનલ- મૌલિક નથી. એ સર્જક નથી પણ સંપાદક સારો છે એટલે ઉત્તમ વસ્તુઓ ગોતીને તે પોતાના પ્લેટફોર્મ પર ભેળવી દે છે. અધ્ધધધ કહી શકાય એવી મોટી રકમમાં એણે જ્યારે ‘વોટ્સએપ’ ખરીધ્યું ત્યારે પોતાની પોસ્ટમાં લખેલું કે અમેરિકા, ભારત, રશિયા, ચાઈનાના પ્રમુખો એકસાથે લાઈનમાં વેઈટિંગ રૂમમાં બેઠા હશે, જયારે અંદર કેબિનમાં બેઠેલો ઝુકર એ બધાને જુદા જુદા સમયે અપોઇન્ટમેન્ટ આપતો હશે… આવું વિધાન ત્યારે ધુપ્પલ લાગે અને અત્યારે પણ લાગતું હશે, પણ માર્કનો પ્લાન એ જ છે. હકીકતમાં પહેલેથી એ જ હતો એટલે તો એ આજથી વર્ષો પહેલા ‘નેટ ન્યુટ્રાલિટી’ ના સુંવાળા નામે તિકડમ લાવેલો. એને જો આપણાં દેશમાં મંજૂરી મળી હોત તો આખું ઇન્ટરનેટ એના તાબા હેઠળ આવી ગયું હોત. કોઈ ટ્રેનની ટિકિટ શોધે કે કે પી.એચ.ડી માટે માહિતી એકઠી કરે ત્યારે બધું ઝુકર પીરસે એટલું જમવાનું. સારું થયું કે એને ‘નેટ ન્યુટ્રાલિટી’ મંજૂરી ન મળી. ત્યારનો સમસમી બેઠેલો ઝુકર હવે મોટો પ્લાન વિચારે છે.
તમારા બિલ્ડીંગના ‘વોટ્સએપ’ ગ્રુપમાં સવારે ખજાનચીએ એવો મેસેજ મુક્યો કે આપણા બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા મુકાવા અને જીમના ત્રણ ઈકવિપમેન્ટ રિપેર કરવા માટે આજે
રાતે ૯ વાગે ક્લબહાઉસમાં મિટિંગ રાખી
છે, આઈસક્રીમ સાથે છુટા પડીશું. તો ભવિષ્યમાં થશે શું કે તમે જમી-પરવારીને સવા નવે નીચે પહોંચશો ત્યાં તો સાડા આઠ વાગ્યામાં સીસીટીવી સિસ્ટમ બનાવતી કંપનીનો સેલ્સમેન બ્રોશર સાથે, જિમના સાધનોનો જાણકાર બજેટ સાથે અને લારીવાળો આઈસક્રીમના ઓગળતા કપ સાથે હાજર હશે…! તમે બહુ સ્ટ્રોંગ હશો તો પણ ત્રણમાંથી બેને જ ના પાડી શકશો, એકની સેવા તો લેવી જ પડશે…. બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડની લવ-ચેટ પછી રજાના દિવસના હોલીડે-પેકેજની જાહેરાતો તો ઠીક છે, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, ઓનલાઇન પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ બધું ઝુકર ‘વોટ્સએપ’ પર લાવી દેવા માગે છે. ધીમે ધીમે એમાં રીયલ એસ્ટેટ પણ આવશે અને કોન્ટ્રાસેપ્ટિવ પિલ પણ આવશે. એ કઈ છોડશે નહીં. એને હવે ‘ફ્લિપકાર્ટ’ કે ‘એમેઝોન’ કે ‘સ્નેપડિલ’ બધા આંખમાં કણાની માફક ખૂંચે છે. એ હિન્દી ફિલ્મોના વિલનની જેમ બધા પાસેથી હપ્તો માગી શકે એમ નથી માટે એ આવા અમુક રસ્તા અપનાવશે. ઝુકર આ રસ્તો એટલે અપનાવી શકે એમ છે ,કારણ કે તેની પાસે દુનિયાના સક્ષમ લોકોનો એવો એવો ડેટા છે કે જે એના સગ્ગા હબ્બી કે વાઈફ પાસે પણ નથી. તેની પાસે દરેક વ્યક્તિનાએ ડેટા પણ છે જે એ વ્યક્તિને ખુદને ન ખબર હોય પણ બીજા ઈનબોક્સમાં એનું નામ લેવાતું હોય.
ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, ઓનલાઇન પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ બધું એ પોતાની અન્ડર લાવી દેવા માગે છે. ધીમે ધીમે એમાં રીયલ એસ્ટેટ પણ આવશે અને કોન્ટ્રાસેપ્ટિવ પિલ પણ આવશે. એ કઈ છોડશે નહીં. એને હવે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે સ્નેપડીલ બધા આંખમાં કણાની માફક ખૂંચે છે. એ હિન્દી ફિલ્મોના વિલનની જેમ બધા પાસેથી હપ્તો માંગી શકે એમ છે નહીં માટે તે આ રસ્તો અપનાવશે. તે આ રસ્તો એટલે અપનાવી શકે એમ છે કારણ કે એની પાસે દુનિયાના સક્ષમ લોકોનો એવો એવો ડેટા છે કે જે એના સગ્ગા હબ્બી કે વાઈફ પાસે પણ નથી. એની પાસે દરેક વ્યક્તિનાએ ડેટા પણ છે જે એ વ્યક્તિને ખુદને ન ખબર હોય.. બીજા શબ્દોમાં એ સર્વવ્યાપી ઈશ્ર્વર જેવો છે અથવા તો નજીકના ભવિષ્યમાં બની જશે !
અહીં ઉપરોકત વર્ણવેલું ચિત્ર અતિશયોક્તિ ભર્યું લાગતું હોય તો માત્ર એક દાયકાની રાહ જુવો. આ થવાનું જ છે… આ માણસ કબૂતરી ટી-શર્ટ પહેરેલા કોમિક બુક-ફિલ્મના ખુંખાર વિલન પાત્ર થેનોસ જેવો છે..!
સંદેશો સ્પષ્ટ છે – ઝુકરબર્ગ ડિજિટલ માધ્યમથી બહુ ઝડપથી અભૂતપૂર્વ સરમુખત્યાર થઈ રહ્યો છે અને આપણી જિંદગીનો દોરીસંચાર એના ટેરવા મારફત થશે. જ્યારે કોઈ પણ આત્મા તપ વિના- ત્યાગ વિના- ભોગ વિના દુનિયાનો ઉદ્ધાર કર્યા વિના ભગવાન બની જાય ત્યારે એ હકીકતમાં શેતાન હોય છે!