ઉત્સવ

ભારતનાં જંગલો ને પહાડોમાં રચાતા નિસર્ગનાં અવિસ્મરણીય દ્રશ્યો – ક્ધિનોર

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

હિમાચલપ્રદેશનો કિન્નોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. રીકંગ પીઓ પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને અવધૂત અવસ્થામાં ધ્યાનમગ્ન બેઠા હોય.

આવો નઝારો સામાન્ય રીતે આપણે સ્ક્રિનનાં વોલપેપર પર સહજ રીતે મૂકતા હોઈએ કેમ કે આવા દ્રશ્યો સીધા જ મનને સ્પર્શી જતા હોય છે, તો વાસ્તવિક રીતે આંખ સામે ભજવાતા આ દ્રશ્યોની આભા મારા મન સુધી કેટલે ઊંડાણ સુધી સ્પર્શી હશે? મારી પાસે તો એ અનુભવને વર્ણવવા માટે શબ્દો નથી અથવા તો કહી શકું કે મારું કોઈ સામર્થ્ય જ નથી કુદરતને શબ્દોમાં ઢાળવાનું કુદરત બધે જ સરખો વહાલ વરસાવે છે, જો એ જે રીતે આપે છે એ જ રીતે એને સ્વીકારવાની આદત રાખો તો જ્યાં જ્યાં માનવીય હસ્તક્ષેપ ઓછો છે ત્યાં કુદરત એના અદ્દલ રૂપમાં જ દેખા દે છે.

બાતાલની આકાશગંગા
વૃશ્ચિકની પુંછડીએથી અગણિત સિતારાઓના ગુચ્છ રૂપે નીકળતી તેજસ્વી ધનુને નરી આંખે જે નિહાળે એ ભલે અહંકારી હોય, આસ્તિક હોય કે મહાપાપી જીવ હોય પણ કુદરતની દિવ્ય ચેતના એના અંધકાયમય જીવનને પ્રકાશિત કર્યા વિના નથી રહેતી. અહંકારનાં ચૂરેચૂરા થઈને પોતાની જાતને શૂન્ય થતો જોઈ શકે છે… હિમાચલપ્રદેશનાં બાતાલમાં મધરાતે આ દિવ્ય અનૂભૂતિ અનુભવી ત્યારે મારી જાત સાથે પણ સરખી રીતે વાત કરી શકું એવી સ્થિતિ નહોતી રહી. આશરે ૧૩૦૦૦ ફુટ ઊંચાઈ પર ચંદ્રા નદીનાં વહેતા પ્રવાહનાં નાદ સાથે હું સમયનાં વહેણમાં બસ વહેતો જ ચાલ્યો અને ક્યારે સવાર પડી એ ખ્યાલ જ ન રહ્યો. અતિશય ઠંડીએ નેટવર્ક રહિત ફોન અને કૅમેરાની બેટરી માત્ર દસ જ ફોટોમાં ઉતારી મૂકી પણ હું કઈ પણ ઓઢ્યાં વિના ખાલી ટેન્ટમાં ત્યાં કઈ રીતે સવાર સુધી રહી શક્યો એનો જવાબ મારી પાસે પણ નથી.

હું મારા અનુભવોને માનું તો મહાભારતમાં ભરી સભામાં અને કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ બતાવેલું વિરાટ સ્વરૂપ કદાચ આ જ હશે… આથી વિશેષ શબ્દો મારી પાસે નથી કે ના તો લખી શકવાનું મારું સામર્થ્ય છે.

તોષની અદ્ભુત સવાર
હિમાલયમાં હોઈએ અને આવું કોઈ નાનું ગામડું મળી જાય જ્યાં પથ્થરનું ઘર હોય અને નિયત સમયે સવાર ઉઘડે કે આપણે કઈ કામ હોય કે ન હોય પહાડમાં મહાલવા નીકળી જ પડીએ એટલે જ હિમાલયના નાના એવા ગામડાઓમાં મને વધારે માફક આવી જાય. હિમાચલના સાવ અંતરિયાળ વિસ્તારમાં ખીરગંગા તરફ આંટો મારતા આ જગ્યાએ પહોંચ્યો.
અહીંના બાળકોની કેળવણી નિસર્ગ જાતે જ કરે છે અને એટલે જ તેઓ સોનાનું નસીબ લઈને જ જન્મ્યા છે. કુદરત એ જ આપણું ભવિષ્ય છે, જેઓ કૂદરતની સોડમાં રહે છે તેઓ જ ધનવાન છે દોસ્ત…
ગજ્ઞિં ફહહ તજ્ઞિંશિયત ભફક્ષ બય રજ્ઞીક્ષમ જ્ઞક્ષ લજ્ઞજ્ઞલહય…
જજ્ઞળય તજ્ઞિંશિયત ભફક્ષ બય તયયક્ષ, હશદયમ, ફક્ષમ ળફમય શક્ષ ળજ્ઞીક્ષફિંશક્ષત.
ક્રિસમસ કે પછી કોઈ પણ વાર તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ પણ સારા સૂર્યોદય કે સૂર્યાસ્તનાં કોઈ વાર તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઉગે અને આથમે જ છે. હું સમય જોયા વિના કુદરતને ઘૂંટડા ભરીને પીઉં છું અને અઢળક વાર્તાઓને જીવું છું અને સતત જીવતો રહીશ. હિમાચલના બરશેની ગામની એક ઘાટીમાં શિયાળાનાં સવારની રોનક જાણે લટાર મારવા નીકળી હોય એમ મને હાઈ હેલ્લો કરવા નીકળી પડીને મને પૂછે છે જાણે, ક્યાં હતો હમણાં સુધી?
મારે પહાડોની ટોચ પર ચઢીને ચિલ્લાઈને કુદરતને કહેવું છે, “લવ યુ યાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button