હોલીવુડના આ 5 અભિનેતા છે ઈન્ડિયન ફૂડના દિવાના, આ અભિનેતાએ તો જમવા પાછળ 48 લાખ ખર્ચ્યા!
આમ જોવા જઈએ તો ભારતની દરેક વસ્તુ ખાસ છે, પરંતુ જ્યારે ખાણી-પીણીની વાત આવે ત્યારે તને લગતી બધી જ વાત ખાસ થઇ જતી હોય છે. ભારતીય વાનગી (Indian dish) ને જોઇને ભારતીયો તો ઠીક પરંતુ ભારત બહારના લોકોને પણ મોમાં પાણી આવી જાય છે. તેવામાં હોલીવુડ સ્ટાર્સ (Hollywood stars) પણ પાછળ નથી. હોલીવુડના ટોચના અભિનેતાઓ જેવા કે ટોમ ક્રુઝથી લઈને જોની ડેપ પણ ભારતીય ફૂડના દિવાના છે અને ભારતીય વાનગીઓથી આંગળી ચાટતા રહી જાય છે. એક વિદેશી સ્ટાર તો એવો છે કે ઇન્ડિયન ફૂડ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. ચાલો જાણીએ ભારતીય ખાણી-પીણીના શોખીન વિદેશી સ્ટાર્સ વિશે..
ટૉમ ક્રુઝ (Tom Cruise)
આ લીસ્ટમાં પહેલું નામ એક્શન સુપર સ્ટાર ટોમ ક્રુઝનું છે જેમણે ભારતીય જમવાનું ખુબજ પ્રિય છે. એકવાર બ્રિટનમાં આશા ભોંસલેના રેસ્ટોરાંમાં ચીકન ટીક્કા મસાલા જમ્યા તો તેને આ વાનગી બે વાર લઈને ખાધી હતી. કહેવાય છે કે અભિનેતાને આ વાનગી એટલી ભાવી કે તેને બે વાર આ ડિશ ઓર્ડર કરી અને ત્યાના સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યો.
જગકૂક (Jungkook)
સુપરસ્ટાર જગકુક તો બે મોઢે ઇન્ડિયન ફૂડના વખાણ કરતા જોવા મળ્યા હતા. એકવાર પોતાના સોશિયલ મીડિયા લાઇવ સેશનમાં કહ્યું હતું કે પોતે ભારતીય ફૂડના મોટા ફેન છે. તેને ભારતીય વાનગીઓ ખૂબ જ ભાવે છે. સાઉથ કોરિયન સિંગર જગકુકને ચિકન મખની અને નાન ખૂબ જ પસંદ છે.
જોની ડેપ (Johnny Depp)
આ અભિનેતા તો ભારતીય ભોજન પાછળ એટલે દીવાના છે કે કે જો કોઈએ તેની સામે કોઈએ ભૂલથી પણ ઇન્ડીયન ફૂડનું નામ લીધું તો તે પોતાની જાતને રોકી શકતા નથી.તેને બર્મિંગહામના સૌથી મોટા ઇન્ડિયન રેસ્ટોરામાં 48 લાખ જેટલું જમવાનું બિલ કરી નાખ્યું હતું. આટલી મોટી રકમનું બીલ સાંભળી તેના જ નહિ તેના ફેંસના પણ હોંશ ઉડી ગયા હતા. અભિનેતા જોની ડેપ રાત્રીના સમયે તેના મિત્રો સાથે ઇન્ડિયન રેસ્ટોરામાં ચીકન ટીક્કા મસાલા અને કિંગ પ્રોન ભુના સાથે શેમ્પેઇન અને કોકટેઈલની મજા માણી રહ્યા હતા. જયારે તેને આ ડીશ ચકી તો તે વારંવાર જમવાથી પોતાની જાતને રોકી ન શક્યા.
રોબર્ટ પેટીન્સન (Robert Pattinson)
જ્યારે ભારતીય ફૂડની વાત આવે છે, તો અભિનેતા રોબર્ટ પેટિન્સન પણ પાછળ રહી જાય તેવા નથી. મસાલેદાર ઇન્ડિયન ફૂડ તેમણે ખુબજ પ્રિય છે. તેઓ ચિકન કબાબ ખાવા માટે ગમે ત્યાં જઈ શકે છે. લંડન હોય કે ન્યુયોર્ક, અભિનેતા ભારતીય રેસ્ટોરન્ટમાં જવાનું ચુક્ત્તા નથી અને મસાલેદાર કરી ખાવા જાય છે. જ્યારે પેટિન્સન ફિલ્મ ‘ટેનેટ’ના શૂટિંગ માટે મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમણે બટર ચિકન માટે પ્રખ્યાત એક રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને તેમને તે એટલી દાઢે ચડી ગઈ હતી કે જ્યાં સુધી તેઓ મુંબઈમાં રહ્યા ત્યાં સુધી તેઓ વારંવાર આ ડીશનો ઓર્ડર આપતા રહ્યા હતા.
ઝેન્ડાયા-ટોમ હોલેન્ડ (Zendaya Tom Holland)
ઝેન્ડાયા-ટોમ હોલેન્ડ આ વર્ષની શરૂઆતમાં જ પહેલીવાર ભારત આવ્યા હતા. આ દરમિયાન બંનેએ ભારતીય ભોજનની લિજ્જત માણી હતી. બંનેને આ સ્વાદ એટલો ગમ્યો કે યુકે પરત ફર્યા બાદ તેઓ મિશેલિન સ્ટાર ભારતીય રેસ્ટોરન્ટમાં ડેટ નાઈટ એન્જોય કરવા જતા રહ્યા. ત્યારે ટોમે ઇન્ડીયન ફૂડના વખાણ કરતા કહ્યું કે તેને ઇન્ડિયન મીટની કરી ખાબજ પસંદ આવી હતી.