મનોરંજન

અને ‘Rakul Preet – Jackky’નીએ રામ મંદિરના દર્શન કરી લીધા…

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત કપલ છે. હાલમાં તેઓ તેમના ડેટિંગ અને લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. બંનેએ 2021માં જ તેમનો સંબંધ જાહેર કર્યો હતો અને હવે બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે. સૂત્રોનું માનીએ તો રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 22 ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલાં માંડશે. રકુલ અને જેકી ઇવેન્ટ્સ, પાર્ટીઓ અથવા ડેટ્સ પર ઘણી વાર સાથે જોવા મળ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની રામ મંદિરની મૂર્તિ રથમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. જેકીએ સોશિયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે, જેમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપમાં રકુલ પરંપરાગત પેસ્ટલ ગ્રીન સૂટ પહેરેલી જોઈ શકાય છે. જેકી પીળા કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. બંનેએ હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી હતી. બંને જાણે કે દિવ્ય પ્રભુભક્તિમાં લીન જોવા મળ્યા હતા.ફોટોમાં બંનેનો સાઇડ ફેસ જોવા મળે છે, પણ તેમની જોડી ઘણી ક્યુટ લાગી રહી છે. મળતી માહિતી મુજબ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, હજી સુધી આ કપલે લગ્નની તારીખ અંગે સત્તાવાર રીતે કોઇ ફોડ પાડ્યો નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત છેલ્લે સાયન્સ-ફિક્શન તમિલ ફિલ્મ ‘આયલન’માં જોવા મળી હતી. તેની સાથે શિવકાર્તિકેયન પણ લીડ રોલમાં હતો. હાલમાં તેની પાસે ‘મેરી પત્ની કા રિમેક’ અને કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ પણ પાઇપલાઇનમાં છે. જેકીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અભિનેતા-કમ-નિર્માતા છે. તેનો છેલ્લો પ્રોજેક્ટ ટાઈગર શ્રોફની ‘ગણપત’ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button