મનોરંજન

Amitabh Bachchan આવ્યા Lakshadweepના સમર્થનમાં અને કહી આ વાત… પોસ્ટ થઈ વાઈરલ…


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપની વિઝિટ બાદ સોશિયલ મીડિયા પર #’BoycottMaldives ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને હવે કોમનમેનથી લઈને સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન અને બીજી જાણીતી હસ્તીઓ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ વિવાદમાં બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ઝંપલાવ્યું છે અને પોતાની રાય આપી છે.


મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ઈન્ડિયાના ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા ભારતીય ટાપુની સુંદરતાનો તાગ મેળવીને એના સાંનિધ્યમાં સમય પસાર કરવાની અપીલ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે વીરેન્દ્રે સેહવાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કરી હતી કે પછી તે ઉડ્ડુપીના સુંદર સમુદ્ર કિનારાઓ હોય તે પોંડીના પેરેડાઈઝ બીચની વાત હોય કે આંદામાનના નીલ અને હેવલોક આઈલેન્ડની સુંદરતા હોય.. આપણા દેશમાં ઘણા બધા સુંદર બીચ એરિયા આવેલા છે. ભારતમાં ઘણા બધા અનટચ્ડ સ્પોટ છે, જ્યાં ટુરિઝમની ઘણી બધી શક્યતાઓ છે.


સેહવાગે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ કહ્યું હતું કે માલદીવના પ્રધાનોએ આપણા દેશ અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરવવામાં આવેલો કટાક્ષ એ આપણા માટે સોનેરી અવસર છે. પર્યટકોને આકર્ષવા માટે અને આપણી અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે મૂળભૂત સુવિધાઓ ઊભી કરી શકાય એમ છે.

વીરુના આ ટ્વીટ પર બિગ બીએ પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે વીરુ પાજી આ ખરેખર ખૂબ જ પ્રાસંગિક છે અને આપણી ભૂમી પ્રત્યેની ભાવનામાં છે. હું ખુદ લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને ખરેખર આ બંને જગ્યાઓ અદ્ભૂત છે. સુંદર મનને પ્રફુલ્લિત કરતાં સમુદ્ર કિનારા અને અંડર વોટર એક્સપિરિયન્સ ખરેખર અવિશ્વનીય છે.
બિગ બીએ આગળ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે આપણે ભારત છીએ અને આપણે આત્મનિર્ભર છીએ. આપણી આત્મનિર્ભરતા પર પડદો નહીં નાખશો… જય હિંદ. બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…