હાર્દિક પંડ્યા ફિટ થઈ રહ્યો છે રોહિતની કેપ્ટનશિપ જોખમમાં?
સ્પોર્ટસ મેન -યશ ચોટાઈ
ટવેન્ટી-ટવેન્ટીના વર્લ્ડ કપ પૂર્વે રોજ અવનવા અપડેટ જાણવા મળી રહ્યા છે, ત્યારે તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ કરવામાં આવેલા હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ફરી આજે નવું અપડેટ મળ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી એક તસવીરમાં હાર્દિક પંડ્યા ટ્રેનિંગ કરતો જોવા મળે છે.
રોહિત શર્મા એક તો ટી-ટવેન્ટી ઇન્ટરનેશનલ્સથી વિમુખ થઈ ગયો છે અને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની તેની કેપ્ટન્સી પણ જોખમમાં મુકાઈ છે. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે હાર્દિક પંડ્યાએ એમઆઇમાં વાપસી કરી એ સાથે રોહિતનું સુકાન ભયમાં મુકાઈ ગયું છે. જોકે ગણતરીના દિવસમાં ન્યૂઝ મળ્યા કે હાર્દિકની ઈજા હજીયે ગંભીર હોવાથી ૨૦૨૪ની આઇપીએલમાં કદાચ ન પણ રમે એટલે રોહિતના નેતૃત્વને હમણાં તો આંચ નહીં આવે.
જોકે આ તો ભઈ ડેઇલી ચેન્જ જેવું છે. ગઈ કાલે હાર્દિકની એક તસવીર વાઇરલ થઈ જેમાં તે ટ્રેઇનિંગ લેતો જોવા મળ્યો હતો. આના પરથી એવી અટકળો કરવામાં આવી રહી છે કે માર્ચ-એપ્રિલની આઇપીએલ પહેલાં જ હાર્દિક પૂરેપૂરો ફિટ થઈ જશે એટલે રોહિતે કદાચ તેની કેપ્ટન્સીમાં જ રમવું પડશે.
અહીં તમારી જાણ ખાતર જણાવીએ તો વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા પહોંચ્યા પછી ફરી રમવાનું શક્ય બન્યું નહોતું. જોકે, હવે સોશિયલ મીડિયા પરના ન્યૂઝ અનુસાર હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં પાછો જોવા મળી શકે છે. વાઈરલ તસવીરમાં ટ્રેનિંગ લેતો જોવા મળ્યા પછી લોકો તારણ બાંધી રહ્યા છે તે તે પાછો ઝડપી ફરી સકે છે.
આઈપીએલ ઓક્શન વખતે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો પ્લેયર ગણાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી હાર્દિકને ટ્રેડ કર્યો હતો. આઈપીએલ ૨૦૨૪માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં પણ જોવા મળી શકે છે.
આઈપીએલ ૨૦૧૫ની સિઝનમાં હાર્દિક પંડ્યા પહેલી વખત રમ્યો હતો, ત્યારબાદ ૨૦૨૧ સુધી મુંબઈ ઈન્ડિયન્સવતીથી રમ્યો હતો. એના પછી આઈપીએલ ૨૦૨૨ પહેલા ગુજરાત ટાઈટન્સવતી રમ્યો હતો, જેથી હવે આ વર્ષની આઈપીએલ માટે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સવતી રમે તો કેપ્ટનશિપ મળે કે નહીં એ જોવાનું રહેશે.