દિલ્હીના એક પણ હાફ સેન્ચુરી વિના 188/5…

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન કર્યા હતા. ડીસી વતી એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો એમ છતાં આરઆરની યજમાન ટીમને 189 રનનો પડકારજનક લક્ષ્યાંક આપવામાં સફળ થઈ હતી.
ઓપનર અભિષેક પોરેલ (49 રન, 37 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું ટીમમાં સૌથી મોટું યોગદાન હતું. જોકે કૅપ્ટન અક્ષર પટેલ (34 રન, 14 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સૌથી સારા સ્ટ્રાઇક-રેટથી રમ્યો હતો. તેનો 242.85નો સ્ટ્રાઇક-રેટ તમામ બૅટ્સમેનમાં હાઇએસ્ટ હતો.
કેએલ રાહુલ (38 રન, 32 બૉલ, બે સિક્સર, બે ફોર) તેમ જ ટ્રિસ્ટેન સ્ટબ્સ (34 અણનમ, 18 બૉલ, બે સિક્સર, બે ફોર)ના અને આશુતોષ શર્મા (15 અણનમ, 11 બૉલ, બે ફોર)ના પણ સાધારણ યોગદાન હતા. અગાઉની મૅચમાં 89 રન કરનાર કરુણ નાયર (0) આ મૅચમાં અભિષેક પોરેલ સાથેની ગેરસમજમાં શૂન્ય પર જ રનઆઉટ થઈ ગયો હતો. એ પહેલાં, ઓપનર ફ્રેઝર જેક-મૅકગર્ક ફક્ત નવ રન કરીને સતત ચોથી વાર ફ્લૉપ ગયો હતો.
રાજસ્થાન વતી જોફ્રા આર્ચરે સૌથી વધુ બે વિકેટ તેમ જ શ્રીલંકન બોલર માહીશ થીકશાના અને વનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો : PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી