આ જગ્યાએ શરૂ થઈ સૌથી પહેલાં નવા વર્ષની ઊજવણી…

2023ના હવે ગણતરીના કલાકો બાકી છે અને લોકો ધામધૂમથી નવા વર્ષની ઊજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે નવા વર્ષની ઊજવણી સૌથી પહેલાં કયા સ્થળે શરૂ થશે તો તમે આ સવાલનો જવાબ આપી શકશો? નહીં ને? આજે અમે તમને અહીં એ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે.
તમારી જાણ માટે ન્યુઝીલેન્ડમાં ઓલરેડી નવા વર્ષની ઊજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભારત અને અન્ય દેશોમાં આજે રાતે 12 વાગ્યા પછી નવા વર્ષની ઊજવણી કરવામાં આવશે અને એ માટે લોકો જાત જાતની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં ઓલરેડી નવા વર્ષની ઊજવણીની શરૂઆત થઈ ગઈ છે અને એ પહેલાં ઓકલેન્ડમાં નવા વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જ્યાં આતશબાજીથી ન્યુ યરને વેલકમ કરવામાં આવ્યું છે.
2023નું વર્ષ વિદાય લે એ પહેલાં જ લોકો વીતેલા વર્ષની સારી યાદોને યાદ કરીને અને ખરાબ યાદોને ભૂલીને નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. નવા વર્ષનું જશ્ન સૌથી પહેલાં ભારતના પૂર્વમાં આવેલા દેશ-જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવશે. ભારતીય સમયાનુસાર સાંજથી આ દેશોમાં નવા વર્ષની ઊજવણી શરૂ થઈ જશે.