ટોપ ન્યૂઝનેશનલ

સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે જાણી લો સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ ઘરની લાડલી દીકરી માટે ઈન્વેસ્ટમેન્ટ કરનારા રોકાણકારો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણકારો માટે સૌથી મોટી જાહેરાત આજે કેન્દ્ર સરકારે કરી હતી. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકગાળાની યોજનાના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળાના વ્યાજદરમાં આઠ ટકાથી 8.2 ટકા કરવામાં આવ્યા છે. એના સિવાય ત્રણ વર્ષની મુદતવાળી ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ સાત ટકામાંથી વધારીને 7.1 ટકા કર્યો છે, પરંતુ અન્ય બચત દરના વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી. આમ છતાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે પીપીએફના રોકાણ પર કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
નાણાકીય મંત્રાલયે જણાવ્યું હતું કે 2023-24ના ચોથા ત્રિમાસિકગાળા દરમિયાન જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીની નાની બચત યોજનાના વ્યાજદરની સમીક્ષા કરતી વખતે સરકારે વ્યાજદરમાં વધારો કર્યો છે.

મોદી સરકારએ સમૃદ્ધ યોજનાના વ્યાજદર આઠ ટકામાંથી 8.2 ટકા કર્યા છે, જ્યારે હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં 7.6 ટકાથી વધારીને આઠ ટકા કર્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં આ યોજના માટે સરકારે 0.6 ટકાનો વધારો કરી ચૂકી છે.

નાણા મંત્રાલયના પરિપત્ર અનુસાર સેવિંગ ડિપોઝિટમાં પહેલી જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ચાર વ્યાજ મળશે. એક વર્ષની મુદતની ડિપોઝિટ પર 6.9 ટકા, બે વર્ષની મુદતની ડિપોઝિટ પર સાત ટકા, પાંચ વર્ષની ડિપોઝિટ પર 7.5 ટકાનું વ્યાજ મળશે. આ ઉપરાંત, પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજદર યથાવત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button