ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટ્યો
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આયાતકારોની ડૉલરમાં નીકળેલી વ્યાપક લેવાલી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને રાતા સમુદ્ર મારફતે તેલનાં પુરવઠાની ચિંતા સપાટી પર આવતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટીને ૮૩.૧૯ની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડરોના જણાવ્યાનુસાર વિશ્ર્વ બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ક્રૂડતેલના ભાવમાં ટકેલું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૦ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૧૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૨ અને ઉપરમાં ૮૩.૦૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસા ઘટીને ૮૩.૧૮ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આજે એક તરફ નીકળેલી આયાતકારોની ડૉલરમાં લેવાલી ઉપરાંત તાજેતરમાં રાતા સમુદ્રમાં બળવાખોર ખોજ જૂથ હુથીનાં જહાજો પરનાં હુમલાને કારણે વેપારીઓમાં તેલનાં પુરવઠા અંગે ચિંતા સપાટી પર આવતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. ઉ