સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના અહેવાલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરમાં કેટલા વાહનોનનું વેચાણ થયું, આવો જાણીએ..
દેશભરમાં વાહનોના વેચાણમાં સતત ઉછાળ આવી રહ્યો છે, પરંતુ નવેમ્બર મહિનામાં કયા સેગમેન્ટમાં વાહનોની માગ વધી અને કયા સેગમેન્ટમાં વાહનોની માગ ઘટી તે વિશેની વિસ્તૃત માહિતી SOIAM એટલે કે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ તરફથી જાહેર કરવામાં આવી છે. જેમાં નવેમ્બર મહિનામાં કુલ 1971262 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું હતું. આ વાહનોમાં પેસેન્જર વ્હીકલ, (યાત્રી વાહન), ટુ વ્હીલર, રિક્ષા, ફોર વ્હીલર પણ સામેલ છે. વાર્ષિક આંકડા મુજબ ગત વર્ષના આંકડા જોઇએ તો નવેમ્બર 2022 દરમિયાન દેશભરમાં કુલ 1558237 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું હતું.
નવેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 288062 વાહનોનું વેચાણ થયું હતું જ્યારે નવેમ્બર 2022 દરમિયાન આ સંખ્યા 276231 હતી. દેશભરમાંથી મળેલી આંકડાકીય માહિતી અનુસાર ગત મહિનામાં ટુ વ્હીલર સેગમેન્ટમાં કુલ વેચાણ 1623399 યુનિટ્સનું રહ્યું, તેમજ થ્રી વ્હીલર સેગમેન્ટમાં કુલ યોગદાન 59738 યુનિટ્સનું રહ્યું. ગયા મહિને થ્રી વ્હીલર સેગમેન્ટમાં 59738 યુનિટ્સનું યોગદાન રહ્યું.
નવેમ્બર 2023માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વાહનોના 102558 યુનિટ, યુટિલિટી વ્હિકલના 175278 યુનિટ અને વાન્સના 10226 યુનિટ યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં વેચાયા હતા. જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં નવેમ્બર 2023 દરમિયાન મોટરસાઇકલનું કુલ વેચાણ 1070798 યુનિટ, સ્કૂટરનું વેચાણ 509119 અને મોપેડનું વેચાણ 43482 યુનિટ હતું. થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પેસેન્જર કેરિયર્સના 47602 યુનિટ, લગેજ-વહન થ્રી-વ્હીલરના 9281 યુનિટ, ઈ-રિક્ષાના 2563 યુનિટ અને ઈ-કાર્ટના 292 યુનિટ વેચાયા છે.
Taboola Feed