ઇન્ટરનેશનલ

યુક્રેનમાં ચેર્નોબિલ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ, ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટમાં પાવર કટ

ક્યિવ: યુક્રેને શનિવારે જણાવ્યું હતું કે ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ સાથે તેની વીજળી ગ્રીડને જોડતી બે પાવર લાઇન રાતોરાત કાપી નાખવામાં આવી હતી, જેનાથી પ્લાન્ટમાં અકસ્માત થવાનું જોખમ ઉભું થયું હતું. ગયા વર્ષે રશિયન દળોએ પ્લાન્ટ કબજે કર્યા બાદથી આ પ્લાન્ટ લડાઈના કેન્દ્રમાં છે અને બંને પક્ષોએ એકબીજા પર તેની સલામતી સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો છે.

યુક્રેનના પરમાણુ ઉર્જા ઓપરેટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ બ્લેકઆઉટને કારણે, પરમાણુ પાવર પ્લાન્ટની જરૂરિયાતના પાવર માટે 20 ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. કિવ દ્વારા ઓફ-સાઇટ પાવર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો એ પહેલાં પ્લાન્ટ “પરમાણુ અને રેડિયેશન અકસ્માતની આરે” હતો.

યુક્રેનિયન પાવર ગ્રીડમાંથી પ્લાન્ટને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, યુક્રેનિયન નિષ્ણાતોના ત્વરિત પગલાને કારણે અકસ્માત થતા બચી ગયો હતો.  

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ(IAEA) શનિવારે પુષ્ટિ કરી હતી કે પ્લાન્ટમાં અસ્થાયી રૂપે ઓફ-સાઇટ પાવર બંધ થયો હતો, રસિયા સાથે સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ પ્રકારનું આઠમું બ્લેકઆઉટ હતું. IAEA અધિકારીઓ પ્લાન્ટમાં સલામતીનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેને ઓવરહિટીંગ અટકાવવા માટે સતત જાળવણીની જરૂર છે.

IAEAના વડા રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે, “સૌથી તાજેતરના પાવર આઉટેજ એ પ્લાન્ટની અનિશ્ચિત પરમાણુ સલામતી અને સુરક્ષાની સ્થિતિ વિશે વધુ એક રીમાઇન્ડર છે, જે સાઇટથી દૂરની ઘટનાઓથી પ્રભાવિત થઈ શકે છે.”

તેમણે ઉમેર્યું કે, IAEA પરમાણુ દુર્ઘટનાને રોકવામાં મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે. હું તમામ પક્ષોને પણ આહ્વાન કરું છું કે પ્લાન્ટને વધુ જોખમમાં મૂકે તેવી કોઈ કાર્યવાહી ન કરે.

ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટના છ-રિએક્ટર પર 21 મહિનાના સંઘર્ષ દરમિયાન રસિયાએ વારંવાર તોપમારો અને ડ્રોન હુમલા કર્યા હતા. સપ્ટેમ્બર 2022માં આ પ્લાન્ટથી યુક્રેનના ગ્રીડને વીજળીનો પુરવઠો બંધ કરી  દેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button