IND vs AUS 5th T20: સુંદર-તિલકને મળી શકે છે તક, કોણ થશે બહાર?
કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝના ચાર મેચમાંથી ત્રણ જીતીને સિરીઝ પર કબજો મેળવ્યો છે. ત્યાર સિરીઝની અંતિ મેચ આજે રવિવારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝ જીતી ચૂકી છે, પરંતુ ટીમ આ મેચ પણ જીતીને 4-1થી સિરીઝ જીતવા મેદાને ઉતરશે.
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ વખત પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જો ભારતીય ટીમ આ સિરીઝ 4-1થી જીતશે તો, આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામેની સૌથી મોટા અંતરની સિરીઝ જીત હશે. આગામી દક્ષિણ આફ્રિકાના પ્રવાસને ધ્યાનમાં રાખીને, શ્રેયસ અય્યર અને દીપક ચહર આ મેચમાં પ્રભાવ પાડવા માંગશે.
ભારતે 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમવાની છે જેમાં અય્યર અને ચહર મહત્વની ભૂમિકા ભજવશે. અય્યરે ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ શુક્રવારે તેણે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે એક વર્ષથી વધુ સમય બાદ તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચમાં તેણે સાત બોલનો સામનો કર્યો અને આઠ રન બનાવ્યા હતા.
ટીમ મેનેજમેન્ટ આ મેચમાં ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે. વોશિંગ્ટન છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન ન મેળવનાર લેફ્ટ હેન્ડ સ્પિનર અક્ષર પટેલ અથવા રવિ બિશ્નોઈને આરામ આપીને તેને ટીમમાં સામેલ કરી શકાય છે. જોકે સુંદરને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.
એવું પણ શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ આજની મેચ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવને આરામ આપે અને શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળે. સૂર્યા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તિલક વર્માને તક મળી શકે છે.
આ સિરીઝમાં ભારત તરફથી બેટિંગમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને સારું પ્રદર્શન કર્યું છે.
છેલ્લી મેચમાં કિશનની જગ્યાએ રમી રહેલા જીતેશ શર્માએ પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. તે જ સમયે, રિંકુ સિંહે આ સમગ્ર શ્રેણીમાં તેની મેચ ફિનિશિંગ કુશળતાથી તમામ ચાહકોનું દિલ જીતી લીધું છે. બોલિંગમાં રવિ બિશ્નોઈએ અત્યાર સુધી સાત વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ટીમ જીત સાથે શ્રેણી સમાપ્ત કરીને સ્વદેશ પરત ફરવા માંગશે. વર્લ્ડ કપના ફાઈનલના હીરો ટ્રેવિસ હેડે ચોક્કસપણે ટીમને આક્રમક શરૂઆત અપાવી છે, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી અને ટીમને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ટીમને ચોક્કસપણે ગ્લેન મેક્સવેલની ખોટ હતી જેણે એકલા હાથે ટીમને મેચ જીતાવી હતી. જો કે, ટિમ ડેવિડ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેના સારા પ્રદર્શનની અપેક્ષા છે.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11:
ભારત: યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર/તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયા: જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (સી, ડબલ્યુકે), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા/નાથન એલિસ/કેન રિચાર્ડસન.