મનોરંજન

આજે બૉક્સ ઓ ફિસ પર ટક્કરઃ બે ફિલ્મો વચ્ચે નહી, પરંતુ બે એક્ટર વચ્ચે કારણ કે

સામાન્ય રીતે બે ફિલ્મો વચ્ચે ટક્કર થતી હોય ત્યારે ખાસ તો તેની વાર્તા વચ્ચે ટક્કર થતી હોય, પરંતુ આજે રીલિઝ થયેલી બે મોટી ફિલ્મ એનિમલ અને સેમ બહાદુરના રિવ્યુ જાણ્યા બાદ લાગે છે કે બે અભિનેતા વચ્ચે ટક્કર થઈ રહી છે. આનું કારણ એ છે કે સૌએ બન્ને અભિનેતાના પેટ ભરી વખાણ કર્યા છે, પરંતુ ફિલ્મના બીજા પાંસાઓ નબળા હોવાનું ફિલ્મી પંડિતો અને દર્શકો જણાવી રહ્યા છે.

એનિમલની વાત કરીએ તો પિતા-પુત્રના ગૂંચવાયેલા સંબંધો પર આધારિત આ ફિલ્મનો આખો મદ્દાર રણબીર કપૂર પર છે. રણબીરે તેની પાસેથી અપેક્ષા હતી તેના કરતા પણ વધારે સારો અભિનય કર્યાની ચર્ચા છે. પરિવાર અને ખાસ કરીને પિતા માટે પઝેસિવ એવા વાયોલન્ટ દીકરાની ભૂમિકામાં તે ખૂબ જ જચે છે. પણ તે સિવાય ફિલ્મ ક્યાંય વધારે સ્કોર કરતી નથી. એક તો મુંબઈ સમાચારે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે ફિલ્મ 3.21 કલાકની છે જે બોરિંગ થઈ ગઈ છે.


વળી, વાર્તામાં કઈ નક્કર નથી. રશ્મિકા મંદાનાનો કોઈ ખાસ ગ્લેમરસ રોલ નથી અને તેણે દર્શકોને નિરાસ કર્યા છે તો બૉબી દેઓલના ભાગે કંઈ કરવાનું આવ્યું નથી. ફિલ્મ સખત એક્શન અને ભારતીય દર્શકોને મજા ન પડે તેવા સિન્સથી ભરપૂર હોવાનું પણ દર્શકો કહી રહ્યા છે.

પહેલો ભાગ જામતો નથી અને બીજો ભાગ જકડી રાખે છે, પણ લાંબો ખેંચ્યાો છે. આથી રણબીરના અભિનયને જોવા જનારા દર્શકોને ફિલ્મ ખેંચશે અથવા તો એક્શનપેક ફિલ્મ જોવાના શોખિનો જશે. બીજી બાજુ સેમ બહાદુરના જીવન પર બનેલી ફિલ્મની જાન પણ અભિનેતા વિકી કૌશલ છે.

પહેલા ફિલ્ડ માર્શલ માનેકશૉ પર બનેલી આ ફિલ્મ ઈતિહાસનો ખૂબ જાજરમાન સમય દર્શકો સામે લાવે છે. મેઘના ગુલઝારે આ ફિલ્મને ડ્રામે઼ટિક બનાવવાને બદલે રિયાલિસ્ટીક વધારે બનાવી છે, છતાં સ્ક્રીપ્ટિંગમાં જોઈ તેટલી જમાનટ ન હોવાનું ફિલ્મીપંડિતો કહે છે. ઈતિહાસની અમુક ઘટનાઓ પડદા પર પ્રભાવશાળી રીતે ન મૂકવામાં આવી હોવાની ટીકા પણ થઈ છે.

આ સાથે ફિલ્મના સ્ત્રીપાત્રો જોઈએ તેવો રંગ બતાવી ન શકયાનું પણ કહેવાય છે. જોકે આ તમામ મર્યાદાઓ પર વિકીનો અભિનય પડદો પાડે છે અને સતત દર્શકોને જકડી રાખે છે આ સાથે તમે જાણે ઓરિજનલ સેમને મળતા હો તેવી ફિલિંગ આપે છે.

આથી હવે જોવાનું કે રણબીરના ફેન્સ અને વિકીના ફેન્સ પોતાાન ફેવરીટ હીરોને કેટલા અઠવાડિયા થિયેટરોમાં ટકવા દે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button