પ્રજામત

પ્રજામત

મહિલા અનામત
મહિલા અનામત ખરડો સંસદના બંને ગૃહોએ પસાર કરતાં, દેશભરમાં ખાસ કરી ભાજપ મહિલા કાર્યક્રમોમાં ખુશીનો માહોલ છવાયેલો છે, પરંતુ મહિલા સંસદ સુપ્રિયાએ કહ્યું છે કે મહિલા અનામત પોસ્ટ ડેટેડચેક છે. તેમનું આ વિધાન વાસ્તકવિકતાની નજીક જણાય છે. તેનું કારણ એ છે કે મહિલા અનામતનો અમલ સીમાંકન અને વસ્તી ગણતરી બાદ પ્રગટ થનાર આંકડાઓ પર આધારિત છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પ્રક્રિયા પૂર્ણ થતા સુધીમાં ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી આવી જશે. એટલે કે સંભવ છે કે ૨૦૨૯માં પણ મહિલા અનામત લાગુ થશે નહીં.
જો લોકડાઉન અને નોટબંધીના નિર્ણયો રાતોરાત ખૂબ જ ટૂંકી નોટિસથી લાગુ કરી શકાતા હોય તો મહિલા અનામત તત્કાળ લાગુ કરવામાં શો વાંધો આવે તે સમજી શકાતું નથી.

  • અશ્ર્વિનકુમાર કારીયા
    પાલનપુર

કચરાનો નિકાલ
તાજેતરમાં ભારતનાં ઉપપ્રમુખશ્રી ધનખડની મુલાકાત દરમિયાન મઝગાંવ વિસ્તારમાં કચરાનાં ઢગલા જોઈ મુખ્યમંત્રીશ્રી શિંદેએ આ બાબતમાં દરેક વોર્ડ અધિકારી/આસિસ્ટન્ટ કમિશનરોને કચરાના નિકાલ માટે ચીમકી આપી કચરાને નિકાલ નહીં થાય તો યોગ્ય પગલા લેવાની તાકીદ કરી હતી. આના અનુસંધાનમાં મહાપાલિકા તરફથી એક ફતવો બહાર પાડવામાં આવ્યો કે ભીનો અને સૂકો કચરો અલગ જમા નહીં કરવામાં આવે તો કચરો ઉપાડવામાં નહીં આવે. કચરો ન ઉપાડવાનું એક યોગ્ય બહાનું જડી ગયું. પરંતુ આમાં ઘણી વ્યવહારિક નડતરનો વિચાર કરવામાં આવ્યો નથી. પહેલી વાત કે ભીના અને સૂકા કચરાના ડબ્બા અલગ હોવા છતાં, કચરો નિયમિત ઉપાડવામાં આવતો ન હોય ત્યારે એક ડબ્બો ભરાય ગયો હોય અને બીજો ડબ્બો ખાલી દેખાય તો સ્વાભાવિક રીતે લોકો તેમાં કચરો નાખે ઉપરાંત ભાડાનાં મકાનોમાં વૉચમેન હોતા નથી. તો બહારના લોકો કચરો નાખી જાય તેના પર નિયંત્રણ રહેતું નથી.
સૌથી મહત્ત્વની વાત કે સૂકા અને ભીના કચરા માટે ગાડી તો એક જ હોય છે એટલે બંને કચરા છેવટે ભેગા જ થાય છે…
માટે પહેલા મહાપાલિકાએ બંને કચરા માટે અલગ ગાડીઓની વ્યવસ્થા કરી, નિયમિત કચરો ઉપાડવો જોઈએ. પોતાની જવાબદારી નાગરિકો પર થોપવી યોગ્ય નથી.

  • મહેન્દ્ર ઓઝા

સમાન નાગરી કાયદાની ભીતર…!?
આપણે સ્વાતંત્ર્ય મેળવ્યું ત્યારથી જ સમાન નાગરી કાયદો વિવાદાસ્પદ રહેલ છે કારણકે હિન્દુઓને સમાન નાગરી કાયદો જોઈતો હતો ક્ધિતુ, મુસ્લિમ બંધુ ભગિનીઓને શરિયા જોઈતો હતો. ધર્મના નામે રાષ્ટ્ર ચલાવાય નહીં પણ ધર્મ પર આધારિત કાયદાઓ કરવામાં આવ્યા. જેમ જેમ મુસ્લિમ જનસંખ્યા વધવા માંડી તેમ તેમ હિન્દુ વર્ગમાં અસંતોષ વધવા લાગ્યો. કૉંગ્રેસનો મતાધાર ઘટવા માંડેલ. હિન્દુત્વના નવા વાયરાઓ ફૂંકાવા લાગ્યા.
પ્રારંભમાં આપણા બંધારણમાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ન’તો, ઈન્દિરા ગાંધીજીએ ૧૯૭૬ની સાલમાં ૪૨મા બંધારણ સુધારામાં સમાવેશ કરેલ. તેના પછી હિન્દુ સમાજને પાકી ખાતરી થઈ ગઈ કે આપણે અલ્પસંખ્યક થઈ જશું તેથી રાજકીય પક્ષો પર દબાણ વધવા લાગ્યું.
હિન્દુઓએ પોતાનો રાજકીય પક્ષ શોધવાનો આરંભ કર્યો, ક્ધિતુ અપેક્ષા અપૂર્ણ રહેલ. વખત જતાં મોદીજીના રૂપે તે મળ્યા. કલમ ૩૭૦, રામમંદિર એવા જટિલ પ્રશ્ર્નો મોદીજીએ સહેલાઈથી છોડાવ્યા. તેથી સમાન નાગરી કાયદો બની શક્યો. અમારો સાલસ અભિપ્રાય છે: “મોદીજી સમાન નાગરી કાયદોલાવી શક્યા કારણકે મોદીજીની કાર્યશેલી તેવી છે. તે દૃષ્ટિએ વિવિધ આયોગો દ્વારા પગલાં ભરવા માંડ્યા છે તેથી ડરવાની કશી જરૂર નથી. કાયદા સર્વ માટે સમાન જ હશે.

  • અનસૂયા કે. બારોટ
    અંધેરી-મુંબઈ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button