IPL 2024સ્પોર્ટસ

નંબર વન બન્યા પછી પણ સિરાજે આપ્યું સૌથી મોટું નિવેદન

નવી દિલ્હીઃ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ફરી એકવાર વન-ડેમાં નંબર વન બોલર બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ફાસ્ટ બોલરે નંબર વન રેન્કિંગ કબજે કર્યું હતું. પરંતુ આ દરમિયાન સિરાજે કહ્યું કે નંબર વન રેન્કિંગથી તેને કોઈ ફરક નથી પડતો.

2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારતીય ઝડપી બોલર સિરાજે 3 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેને નંબર વન રેન્કિંગ મેળવવામાં મદદ મળી હતી.

પરંતુ સિરાજના નિવેદન વિશે વાત કરતા ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું હતું કે તેને નંબર વન રેન્કિંગથી કોઈ ફરક નથી પડતો કારણ કે તેનું લક્ષ્ય 2023 વર્લ્ડ કપ જીતવાનું છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બેટ્સમેનોની સાથે સાથે બોલરોએ પણ ભારતને ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલમાં સ્થાન અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.


આ સિવાય સિરાજે કહ્યું, “હું આ ભારતીય ટીમનો ભાગ બનીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું. આ રીતે વર્લ્ડ કપમાં ભાગ લેવો અને આ પ્રકારનું પ્રદર્શન આપવુ અદ્ભૂત છે.


ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 8 લીગ મેચ રમી છે અને સિરાજ તમામ મેચોમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. 8 મેચમાં સિરાજે 31.7ની એવરેજથી 10 વિકેટ ઝડપી છે. નોંધનીય છે કે ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ટીમે તમામ આઠ મેચ જીતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન