આમચી મુંબઈ

રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેની તબિયત લથડી…, CM શિંદેએ એર એમ્બ્યુલન્સ મોકલાવી…

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખડસેને સારવાર મળી રહે એ માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.

મળતી માહિતી મુજબ રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેને હાર્ટએટેક આવ્યો છે અને એકનાથ ખડસેની દીકરી રોહિણી ખડસેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સંપર્ક સાધીને આ સમાચાર આપ્યા હતા.


ખડસેની તબિયત લથડી હોવાની માહિતી મળતાં જ તાત્કાલિક સીએમ શિંદે દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય એકનાથ ખડસેની તબિયત લથડી…, CM શિંદેએ એર એમ્બ્યુલન્સ મોકલાવી…
ખાતે તેમના ગામમાં છે. ખડસેની તબિયત બગડી હોવાની માહિતી મળતાં જ તેમણે તરત ચક્રો ગતિમાન કરીને એર એમ્બ્યુલન્સની ગોઠવણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button