પ્રજામત
રિઝર્વ બૅન્કેની તાકીદ
રિઝર્વ બૅન્કની બૅન્કોને તાકીદ કરી છે કે લોનની રકમ ભરવામાં મોડું થાય તો તેના ઉપર ફટકારવામાં આવતા દંડ ઉપર કોઇ પ્રકારનો વ્યાજ ન લેવો. આ સારી વાત છે કેમ કે ગ્રાહકોને ખોટો બોજ નહીં વધે, પરંતુ આજનાં ઇલેકટ્રોનિક સાધનો અને કોમ્પ્યુટરનાં ‘અતિ ફાસ્ટ’ જમાનામાં આ નવી નીતિનો અમલ (૪ મહિનાથી વધુ) ૧૩૦ દિવસો પછી ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી કરવાને બદલે શકય તેટલો વહેલો-એક માસની અંદર કરવા માટે દરેક જણે પ્રયત્ન કરવા જોઇએ જેથી આમ જનતાને ‘અતિ મોંઘવારી’માં થોડીક કંઇ રાહત મળી શકે.
- સુરસિંહ જમનાદાસ ચાડ
અંધેરી (પશ્ર્ચિમ)
સુપ્રીમનો ચુકાદો
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ‘મોદી અટક બદનક્ષી’ કેસમાં રાહત આપતા તેમને થયેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે. સાથે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ માટે જે ટિપ્પણી કરી છે. તે ખૂબ જ મહત્ત્વની અને સૂચક છે. રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા મહત્તમ સજા આપવામાં કેમ આવી? તેવી પૃચ્છા કરી સુપ્રીમ કોર્ટેની બેંચે એવું જણાવ્યું કે “રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા ૧ વર્ષ અને ૧૧ માસની સજા આપી હોત તો રાહુલ ગાંધી સાંસદ રહી શક્યા હોત. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાની અસર વ્યાપક છે. આનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનમાં ચાલુ રહેવાના અધિકારને જ નહીં, બલકે તેમને ચૂંટવાના મતદારોના અધિકાર પર પણ અસર પડી છે. મહત્તમ સજા આપવાનું કોઇ કારણ ટ્રાયલ જજે આપ્યું નથી. જેને કારણે અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવવાની જરૂર છે. આ મામલો કોઇ એક વ્યક્તિનો નથી, પરંતુ સમગ્ર સંસદીય મત વિસ્તારનો છે. મતદારોને તેમના પ્રતિનિધિત્વથી વંચિત કેવી રીતે રાખી શકાય??
– મહેશ વી. વ્યાસ, પાલનપુર
દુનિયા જ બદલાઈ ગઈ અમારી
દુનિયા જ બદલાઈ ગઈ મારી… જ્યારે તું ગર્ભબીજ બની ઉદરમાં મારા ઉછરવા લાગ્યો. જાણે સ્વર્ગ જ મળી ગયું. ઉછેર કરવામાં સહન કરતી રહી. પીડા ક્યારેક અસહ્ય નવી દુનિયામાં તારું આગમન. હરખના આંસુઓ સહિત કર્યું આ તારી વ્હાલી ‘મા’. રક્ષાકવચ પિતાએ ક્ષણે ક્ષણ સફળતાના શિખર સર કરે તું…. હૃદયમાં તારા સ્પંદનોથી કરતા. જીવનદોર પર ક્યાં કોઈની ઈજારાશાહી છે? આજે અમારી તો પછી બીજાની વારી છે. અમે પણ થાકીશું. હાંફી જઈશું. ચાલવામાં લાકડીએ સાથે ચાલવામાં રાખીશું. જરૂર પડે જ્યારે તું પાસપાસ.. આસપાસ સાથે સાથે આવી જઈ ધ્યાન અમારું રાખીશ. હસી ખુશીના ફુવારા ઉડાડીશ. ક્યારેક નિરાશામય જીવન અમારીમાં ફર્જ કે ઋણ ચૂકવવાનું હરગીજ મન પર લેતો જ નહીં. યાદ કરજે ત્યારે શ્રવણે કરાવી હતી જાત્રા અંધ માતા પિતાને. શ્રવણ બનવું અઘરું ભલે હોય અશક્ય તો નથી જ. દુનિયા જ બદલાઈ જશે. અમારી તારી કાળજીથી. હર્ષના આંસુ વહેતા હશે. નિર્દોષ આંખોમાંથી કહેતું હશે
“અશ્રુઓ કદી ન પડે તારી આંખોમાંથી
જીવન બની જાય બાગ બાગ તારું.
બાગબાન બની રહે. તારા જીવનબાગનો.
સફળ રહે ક્ષણે ક્ષણ જિંદગી બસ તારી.
અશ્રુઓ કદી બસ ન પડે.. તારી આંખોમાંથી..
- શ્રી હર્ષદ દડિયા (શ્રી હર્ષ)