આવતીકાલે ચંદ્રગ્રહણ… દૂધ-પૌંઆ ખાઈ શકાય કે નહીં? જાણો એક ક્લિક પર અહીં…
સનાતન ધર્મમાં શરદ પુનમનું વિશેષ મહત્ત્વ છે અને આવતીકાલે શરદ પુનમ છે અને કાલે જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાએ ખીલેલો હોય છે અને તે અમૃત વરસાવે છે. પરંપરા પ્રમાણે આ દિવસે ખીર બનાવવામાં આવે છે જેને ચંદ્રના પ્રકાશમાં મૂકવામાં આવે છે.
સનાતન ધર્મમાં સદીઓથી આ પરંપરા ચાલી આવી છે અને લોકો પ્રસાદ તરીકે પણ આ ખીર (દૂધ પૌંઆ) ગ્રહણ કરે છે. પરંકુ આ વર્ષે શરદ પુનમના દિવસે જ ગ્રહણ પણ થઈ રહ્યું છે જેને કારણે લોકોના મનમાં ખીરના પ્રસાદને લઈને લોકોમાં જાત-જાતની શંકાઓ પ્રવર્તી રહી છે. આજે અમે અહીં તમારી એ શંકા દૂર કરતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ.
આવતીકાલે સૂતક અને ચંદ્રગ્રહણને કારણે નિયમ એવું કહે છે કે સૂતક લાગે એ પહેલાં જ ખીર બનાવી લેવી જોઈએ અને એમાં દવાની સાથે સાથે તુલસીનું પાન, ગંગાજલ નાખીને ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ મધરાતે એટલે કે 2.23 કલાકે ગ્રહણકાળ પૂરો થાય એટલે શુદ્ધિકરણ કરીને બાદમાં પ્રસાદ વેંચીને શરદ પુનમની ઉજવણી કરી શકો છો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર ખાતે આવેલા મહામાયા દેવી મંદિરમાં શરદ પુનમની ઊજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ગ્રહણ હોવાને કારણે ત્યાં પણ આ જ રીતે શરદ પુનમની ઊજવણી કરવામાં આવશે.