આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સમગ્ર જામનગર જીલ્લામાં અને પાટણના 70 ગામોમાં બ્લેકઆઉટ જાહેર…

નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામના ઉલ્લંઘન કર્યો હતો. પાકિસ્તાને ભારત તરફ ડ્રોન્સ છોડ્યા હતાં. જેને ધ્યાનમાં રાખીને જામનગરના જિલ્લા કલેક્ટરે રાત્રે 11 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે X પર એક પોસ્ટમાં લખ્યું, “યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં રાત્રે 11:00 વાગ્યાથી કાલે સવારે 6:00 વાગ્યા સુધી બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે. દરેકને લાઈટ ઉત્પન કરતા કોઈ પણ ઉપકરણોનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવે છે.”

સ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જીલ્લામાં પણ બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં બ્લેક આઉટ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન દેખાતા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામોમાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. બીજીતરફ ભૂજમાં સાયરન વગાડીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, સીઝફાયરની જાહેરાત થયા પછી પાકિસ્તાને માત્ર 4 કલાકમાં જ યુદ્ધ વિરામની શરતોનો ભંગ કરીને ફરીથી દેશના સરહદી જિલ્લાઓમાં ફાયરિંગ અને ડ્રોનથી હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ કચ્છના કેટલાક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સમગ્ર કચ્છ જીલ્લામાં બ્લેક આઉટ લાગુ કરવામાં આવ્યું છે. તેમણે લોકોને સતર્ક અહેવામાં માટે અપીલ કરી છે.

મળતી વિગતો મુજબ કચ્છના હરામીનાળા અને જખૌ પાસે 11 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button