મનોરંજન

ફિલ્મ ભૂલ ચૂક માફ ઓટીટી પર શા માટે રિલિઝ થાય? PVR Inox એ મેડોક ફિલ્મ્સ પર કર્યો કેસ…

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ અનેક આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યાં હતાં. આવી સ્થિતિમાં અનેક બાબતોને રદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 9મી મેના રોજ રાજકુમાર રાવ (Rajkummar rao) અને વામિકા ગબ્બી (Wamiqa Gabbi)ની ફિલ્મ ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf) સિનેમાઘરોમાં રિલિઝ થવાની હતી, પરંતુ યુદ્ધની સ્થિતિમાં તેને રિલિઝ કરવામાં આવી નથી. હવે આ ફિલ્મ 16મી મેના રોજ એમેઝોન પ્રાઇમ (Amazon Prime) ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે.

અત્રે મહત્વની વાત એ છે કે, આ ફિલ્મને સિનેમા ઘરોમાં રિલિઝ કરવામાં નથી આવી તેના માટે PVR Inoxએ મેડોક ફિલ્મ્સ (Maddock Films) વિરૂધ ફરિયાદ દાખલ કરી છે. PVR Inoxએ ફિલ્મ ભૂલ ચૂક માફના પ્રોડક્શન હાઉસ પર રૂપિયા 60 કરોડના નુકસાન માટે કાનૂની કાર્યવાહી કરવા માટે કેસ કર્યો છે. જો કે, દાવો એવો કરવામાં આવ્યો છે કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ફિલ્મને રિલિઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આના કારણે સિનેમાઘરોએ આરોપ લગાવ્યો છે કે, આના કારણે મોટા પ્રમાણમાં બુકિંગ રદ્દ થયા એટલે ભારે નુકસાન થયું છે.

ફિલ્મને શા માટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે?
આ મામલે ફિલ્મ મેકર્સે કહ્યું કે, ‘દેશની વર્તમાન સ્થિતિને જોતા અને દેશભરમાં કડક સુરક્ષા પગલાંને ધ્યાનમાં રાખીને, અમે મેડોક ફિલ્મ્સ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોએ કૌટુંબિક મનોરંજન ફિલ્મ ભૂલ ચૂક માફને 16 મેના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. ફક્ત પ્રાઇમ વીડિયો પર, વિશ્વભરમાં! જ્યારે અમે થિયેટરોમાં તમારી સાથે ફિલ્મની ઉજવણી કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે રાષ્ટ્રની ભાવના પ્રથમ આવે છે. જય હિન્દ’.

મેડોક પ્રોડક્શન હાઉસે કરારનો ભંગ કર્યો છેઃ PVR Inox
હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, પીવીઆરએ બોમ્બે હાઈકોર્ટમાં પોતાનો કેસ કર્યો છે. કહ્યું કે, બધા કરારો પર હસ્તાક્ષર થયા અને પછી અચાનક મેડોક પ્રોડક્શન હાઉસે પીછેહઠ કરી છે. તેથી, આ કરાર ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે PVR Inox દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે, જેના માટે પ્રોડક્શન હાઉસ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : હવે ભારતમાં પાકિસ્તાનના ગીતો, ફિલ્મો, સિરીઝ, પોડકાસ્ટ સ્ટ્રીમ નહીં થાય; સરકારનો OTT પ્લેટફોર્મને આદેશ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button