ભારત-પાક. તણાવને લઈ ચીને આલાપ્યો શાંતિનો રાગ, કરી આ અપીલ

બેઇજિંગઃ પાકિસ્તાને ગત રાત્રે પણ ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલાની કોશિશ કરી હતી. જેને ભારતના સુરક્ષાદળો અને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવથી ચીન, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો માહોલ છે.
ચીનના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાનને શાંતિની અપીલ કરતાં કહ્યું કે, વાત આગળ વધશે તો કોઈના હિતમાં નહીં હોય. આમ કહીને તેણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું આડકરતરી રીત સમર્થન કર્યું હતું. ચીનના અખબારના અહેવાલ પ્રમાણે, અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના હિતમાં સંયમ તથા શાંતિ રાખવાની અપીલ કરીએ છીએ. તણાવ વધારે તેવા પગલાથી બચવું જોઈએ. આ ભારત અને પાકિસ્તાન બંનેના હિતમાં રહેશે. એશિયાની શાંતિ માટે સ્થિરતા જરૂરી છે. વૈશ્વિક સમુદાય પણ આવી આશા રાખી રહ્યો છે. જેને ખતમ કરવા માટે ચીન ભૂમિકા ભજવવા ઈચ્છુક છે.
ચીને પાકિસ્તાનને તેના સૌથી નજીકના મિત્ર દેશ હોવાની ભ્રમજાળમાં ફસાવ્યું છે. ચીને પાકિસ્તાન અને પીઓકેમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ભારતના વલણ અને સૈન્ય શક્તિને જોતા ચીનને તેના પ્રોજેક્ટ પર અસર થવાની ચિંતા સતાવી રહી છે. જેથી તે બંને દેશો વચ્ચે ઝડપથી સમાધાન થઈ જાય તેમ ઈચ્છે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ