ગુજરાતના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ, આ રહી સંપૂર્ણ વિગતો…

અમદાવાદઃ ગુજરાત સરકારે ત્રણ આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ત્રણ અધિકારીઓમાં IAS અજય પ્રકાશ, IAS સુજલ જયંતિભાઈ મયાત્રા અને આઈએએસ બી એમ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ચાર અદિકારીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધારાની જવાબદારી આપવામાં આવી છે.
વિગતે વાત કરવામાં આવે તો, અજય પ્રકાશ, આઈએએસ (આરઆર: જીજે :2011), ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વિજ કંપની લિ., મહેસાણાના પદનો વધારાનો ચાર્જ સંભાળશે. નોંધનીય છે કે, અહીંથી આઈએએસ અરુણ મહેશ બાબુને પહેલાથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં.

આ સાથે આઈએએસ સુજલ જયંતિભાઈ મયાત્રા (આરઆર: જીજે: 2011), અધિક ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનરેટ, આગામી આદેશો સુધી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે. અહીંથી આઈએએસ મનીષ કુમારની બદલી કરવામાં આવી હતી.
ત્રીજા આઈએએસ અધિકારીની વાત કરવામાં આવે તો, બી.એમ. પ્રજાપતિ (એસસીએસ: જીજેઃ 2014), આઈએએસ, અધિક ગ્રામીણ વિકાસ. આગામી આદેશો સુધી, ગ્રામીણ વિકાસ કમિશનર કચેરીના કમિશનર ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અહીંથી આઈએએસ મનીષ કુમારને વધારાના ચાર્જથી મુક્ત કરવાનો આદેશ થયો છે.
આપણ વાંચો : “મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?