ભુજ

પવનોની દિશા પલટાતા કચ્છમાં ગરમી વધી: ભુજ ફરી તપ્યું

ભુજ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી આવતા દક્ષિપમાન ૪૨ ડિગ્રી સે.પર પહોંચ્યું ણ-પશ્ચિમી પવનોએ કચ્છથી શરૂ કરીને છેક દિલ્હી સુધી આગ ઝરતી લૂ પ્રસરાવી છે અને રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૩૯ ડિગ્રી સે.થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે.

આજથી શરૂ થયેલા ભારતીય વૈશાખ માસના પ્રારંભે સીમાવર્તી વાગડથી લઈ કોટેશ્વર સુધી ગરમ વાયરા ફૂંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું હતું. કંડલા(એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તારમાં ગરમીની આણ થોડી નરમ રહી હતી, જયારે જિલ્લા મથક ભુજમાં તાપમાન ઊંચકાઈને ૪૨ ડિગ્રીએ પહોંચતા સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું.

કચ્છમાં પ્રચંડ ગરમીઃ ભરબપોરે ભુજ 47 ડિગ્રીએ તપ્યુ

કંડલા પોર્ટમાં ૩૮ અને નલિયામાં ૩૬ ડિગ્રી તાપમાને તાપની આણ થોડી નરમ પડેલી જોવા મળી હતી. લઘુતમ પારો ૨૭ ડિગ્રી જેટલો ઊંચો રહેતા ઉકળાટનો દોર યથાવત રહ્યો હતો. રણકાંધીના રાપરમાં ૪૩ જયારે ખાવડામાં ૪૨ ડિગ્રી તાપમાને ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પવનોની દિશા બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને કારણે પલટાઈ છે જેને કારણે ફરી એકવાર આકરી ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે અને આગામી એકાદ સપ્તાહ સુધી આકરી ગરમીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button