મહારાષ્ટ્ર

રાજ ઠાકરેના મામાએ કહ્યું સારા સમાચાર મળ્યા છે, સંતુષ્ટ છું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મેં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેના નિવેદનો સાંભળ્યા છે. આજે મને સારા સમાચાર મળ્યા છે, મને હવે રાહત થઈ છે. હવે જો આ બંને ભેગા થાય, તો ન થાય તેના કરતાં મોડું સારું એમ રાજ ઠાકરેના મામા ચંદુમામાએ કહ્યું હતું.

જો બંને એકબીજા સાથે ભળી રહ્યા છે અને તેમના હૃદય એક થઈ ગયા છે, તો તે સારી વાત છે. ઉદ્ધવ ઠાકરેના નિયમો અને શરતોનો વિકલ્પ પણ છે એમ જણાવતાં ચંદુમામાએ કહ્યું હતું કે, આપણે તુલજા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરીશું કે મહારાષ્ટ્ર માટે સારા દિવસો આવે.

બંને ભાણેજ ભેગા આવે એ સારી વાત છે. કોણ શાસન કરશે કે નહીં તેની વિગતોમાં હું જઈશ નહીં. પણ અંતે, મરાઠી રાજ્ય આવશે અને મરાઠી લોકોની હાલત સારી થશે. ગઠબંધન ન થવાનું એક કારણ ગેરસમજ છે.

આપણ વાંચો: તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!

પણ આજે ભૂતકાળમાં બનેલી બાબતોને બાજુ પર રાખવા તૈયાર છે. આનાથી સાહેબ (બાળ ઠાકરે)ને શાંતિ મળશે. આપણે આશાવાદી રહેવું જોઈએ, કોઈ કારણોસર તેમાં સમય લાગ્યો પણ હવે સૂર્યપ્રકાશના ઝાંખા કિરણો દેખાવા લાગ્યા છે એમ ચંદુમામાએ કહ્યું હતું.

ચંદુમામાએ કહ્યું હતું કે બે ભાણેજ ઝઘડતા હોય ત્યારે કોઈપણ મામાને ગમતું નથી. જે લાગણીઓ હંમેશા વ્યક્ત કરવાની જરૂર નથી હોતી તે બોડી લેંગ્વેજમાં દેખાય છે. આ બધું આપણા મા સાહેબ, મરાઠી લોકોના આશીર્વાદથી થઈ રહ્યું છે. બધું જ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. લાગણીઓ બતાવી શકાતી નથી.

આપણ વાંચો: કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…

બંને ભાઈ છે: સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભાઈઓ છે. કેટલાક રાજકીય મતભેદો થયા હશે. અહીં પણ ઠાકરે છે અને ત્યાં પણ ઠાકરે છે. સંબંધો હજી અકબંધ છે. મેં બંનેના નિવેદન સાંભળ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે બધા વિવાદોને ભૂલી જવા તૈયાર છે.

આના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોઈ વિવાદ કે લડાઈ નથી અને કોઈપણ વિવાદનો ઉકેલ લાવવામાં સમય લાગતો નથી. એકમાત્ર મુદ્દો એ છે કે આપણે મહારાષ્ટ્ર વિરુદ્ધ હોય તેવા લોકો સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ. ઠીક છે, અમારું પચીસ વર્ષ સુધી ગઠબંધન હતું.

તે સમય દરમિયાન રાજ ઠાકરે પણ તેમાં સામેલ હતા, પરંતુ શિવસેનાને તોડવા અને મહારાષ્ટ્રના પાયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો. જ્યારે ખેડૂતો વિરુદ્ધ કાળા કાયદાઓ છે, મહારાષ્ટ્રમાં ઉદ્યોગો બહાર જઈ રહ્યા છે, ત્યારે પણ આ દળો સાથે રહેવું આપણા માટે યોગ્ય નથી, મહારાષ્ટ્ર આ પરવડી શકે તેમ નથી, અમારું વલણ હજુ પણ એ જ છે,’ એમ સાંસદ સંજય રાઉતે કહ્યું હતું.

આપણ વાંચો: Election Result: દાદર – માહિમમાં શિંદે અને રાજ ઠાકરેને પછાડી ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારનો વિજય, કારણ શું?

મહારાષ્ટ્રની હાલની પરિસ્થિતિ ગંભીર છે. સત્તાધારીઓ એક વાત કહે છે અને બીજું કરે છે. અમે આવા લોકોને ક્યારેય અમારા દરવાજે આશ્રય આપીશું નહીં, આ અમારું વલણ છે અને રાજ ઠાકરે અથવા તેમના લોકો માટે આ વલણ અપનાવવું જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી અને તેના સાથીઓ ઠાકરે નામ ભૂંસી નાખવા માંગે છે.

આવી સ્થિતિમાં, જો બંને ઠાકરે ભાઈઓ ભેગા થઈ જશે તો મહારાષ્ટ્ર તેનું સ્વાગત કરશે. અત્યારે અમે થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છીએ, પરંતુ, અમે ચોક્કસપણે આ મુદ્દાને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ,’ એમ સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું.

આપણ વાંચો: જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું

ઉદ્ધવ ઠાકરેએ બે વખત દગો આપ્યો: સંદીપ દેશપાંડે

મહારાષ્ટ્રના હિત માટે બંને ઠાકરે બંધુઓ ભેગા આવે તેની તરફેણ કરનારા સંજય રાઉતના નિવેદન પર જવાબ આપતાં મનસેના સંદીપ દેશપાંડેએ શનિવારે જણાવ્યું હતું કે આ પહેલાં 2014 અને 2017માં ઉદ્ધવે અમને દગો આપ્યો હતો એટલે આ વખતે તેમના પર કેટલો વિશ્ર્વાસ કરવો તે જોવાનું છે.

આ વખતે તેઓ જે કહે છે તેના પર વિશ્ર્વાસ બેસે તેવું વાતાવરણ જણાઈ રહ્યું છે. અમે અમારી જીભ પહેલાં જ કચરી છે. આથી હવે કેવી રીતે વિશ્ર્વાસ રાખવો તે સવાલ છે, બાકી ગઠબંધનનો નિર્ણય રાજ ઠાકરે લેશે.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button