બૉલ લાગ્યો હેલ્મેટને અને ભારતને મળ્યા પાંચ રન…જાણો, આખો કિસ્સો શું હતો...
સ્પોર્ટસ

બૉલ લાગ્યો હેલ્મેટને અને ભારતને મળ્યા પાંચ રન…જાણો, આખો કિસ્સો શું હતો…

લીડ્સઃ અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે બીજા સત્ર દરમ્યાન ભારતીય ટીમને પાંચ પેનલ્ટી રન (વધારાના પાંચ રન) મળ્યા હતા એ કિસ્સો ખૂબ રસપ્રદ છે. બીજી રીતે કહીએ તો ઇંગ્લૅન્ડની ટીમને પાંચ રનની પેનલ્ટી (penalty) થઈ હતી અને એ પાંચ રન ભારતના ખાતામાં ઉમેરી દેવાયા હતા.

શુક્રવારના પ્રથમ દિવસે બ્રિટિશ ટીમ માટે ભાગ્યે જ કંઈક સારું બન્યું હતું. વાત એવી છે કે ઇંગ્લૅન્ડના વિકેટકીપર જૅમી સ્મિથની નજીક મેદાન પર રાખવામાં આવેલી બે હેલ્મેટ (helmet)ને વાગ્યો હતો. ટી-ટાઇમ પહેલાંની ઓવર બેન સ્ટૉક્સે કરી હતી. તેની ઓવરના પાંચમા બૉલમાં યશસ્વી જયસ્વાલના શૉટમાં બીજી સ્લિપમાં હૅરી બ્રૂક બૉલ નહોતો પકડી શક્યો અને વિકેટકીપર સ્મિથ (Jamie smith)ની પાછળ રાખવામાં આવેલી હેલ્મેટને વાગ્યો હતો. ત્યાં બબ્બે હેલ્મેટ પડી હતી.

આ ઘટના બની ત્યારે મેદાન પર મૂંઝવણ ફેલાઈ હતી. અમ્પાયરે જોયું કે ગિલ અને યશસ્વી સિંગલ રન દોડ્યા નહોતા. જોકે એમસીસીના કાનૂન 28.3.2 મુજબ બૉલ મેદાન પર રાખવામાં આવેલી હેલ્મેટને વાગ્યો એટલે બૉલ ત્યારે ડેડ થઈ ગયો કહેવાય અને નિયમ મુજબ બૅટિંગ કરનારી ટીમને પેનલ્ટીના પાંચ રન મળે એટલે ભારતના સ્કોરમાં પાંચ રન ઉમેરાઈ ગયા હતા. જૉ રૂટ અને ખુદ કૅપ્ટન સ્ટૉક્સ અમ્પાયરના નિર્ણયથી સ્તબ્ધ હતા. જોકે પછીથી તેમને નિયમ સમજાઈ ગયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button