ફોકસ : ચાર ધામ યાત્રા પર મંડરાતા ડિજિટલ સ્કેમના વાદળ

-મનોજ કુમાર
પ્રયાગરાજમાં શિવરાત્રીના અંતિમ સ્નાન સાથે મહાકુંભનું સમાપન થયું. તેમાં 66 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. કેટલીક અપ્રિય ઘટનાઓને બાદ કરતાં, મહાકુંભના તમામ સ્નાન ઉત્સવો સુરક્ષિત રીતે સંપન્ન થયા હતા. પરંતુ દેશમાં ઊંડે સુધી ઉતરી ગયેલા ડિજિટલ સ્કેમનો પડઘો આમાં સંભળાયો. આજના આ ડિજિટલ યુગમાં, ઓનલાઈન છેતરપિંડી એક સામાન્ય ખતરો બની ગયો છે અને પોલીસથી લઈને સંતો અને સામાન્ય ભક્તો સુધી દરેક વ્યક્તિ ડિજિટલ સ્કેમર્સનો શિકાર બન્યા છે.
જો કે હજુ સુધી મહાકુંભના તમામ પ્રકારના ડેટા જાહેર થયા નથી. તેથી, આ ઘટનામાં કેટલા લોકો ડિજિટલ સ્કેમનો ભોગ બન્યા તે કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ હેલિકોપ્ટરનું બુકિંગ, આશ્રમોમાં રહેવું, રેલ્વે ટિકિટ બુક કરાવવી, બોટ બુક કરવી વગેરે કેસોમાં પ્રવાસીઓ ભોગ બન્યા છે. અલગ-અલગ છેતરપિંડીના અનેક અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. ઓનલાઈન નકલી વેબસાઈટ દ્વારા ભક્તોને મોટી રકમ ગુમાવવી પડી હતી. આવી સ્થિતિમાં, જ્યારે આગામી એપ્રિલ મહિનામાં ચાર ધામ યાત્રા શરૂૂ થશે, ત્યારે ચાર ધામ યાત્રામાં યાત્રિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે સરકારની સાથે એઆઈએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…
કારણ કે વાર્ષિક પ્રવાસનની મહત્વની ઘટના એવી ચાર ધામ યાત્રામાં દર વર્ષે હોટલ ધર્મશાળા, હેલિકોપ્ટર બુકિંગ, વહેલા દર્શન તેમજ પ્રસાદ વગેરેના નામે હાલના વર્ષોમાં ઘણી છેતરપિંડી જોવા મળી રહી છે. હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ માટે બુક કરાવતી વખતે થતી છેતરપિંડીના મોટાભાગના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ઉત્તરાખંડ સરકાર ઉપરાંત, તમામ ટ્રાવેલ એજન્સીઓ પણ આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા જ બુકિંગ કરાવવાનો આગ્રહ રાખે છે, પરંતુ ઘણી વખત, મુસાફરો ઉતાવળને કારણે અથવા સમાન બનાવટી સાઇટ્સ દ્વારા બુકિંગ કરવાને કારણે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બને છે. ડિજિટલ સ્કેમર્સ નકલી વેબસાઇટ્સ બનાવે છે જે હેલી બુકિંગ સાઇટ્સ જેવી લાગે છે. કેટલાક સ્કેમર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ગૂગલ પર એવી જાહેરાતો આપે છે કે સામાન્ય માણસ છેતરાઈ જાય છે.
આજે, કેન્સર જેવા રોગોથી લઈને અન્ય કાર્યોમાં એઆઇ વધુને વધુ મદદરૂૂપ બની રહ્યું છે. તો ચાર ધામ યાત્રા જેવી વાર્ષિક યાત્રાઓમાં પણ એઆઇએ મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. ચાર ધામ યાત્રા વ્યવસ્થાપન માટે પણ એઆઇ નો ઉપયોગ એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે.
જો ગત વર્ષે ચાર ધામ યાત્રામાં આવનારા ભક્તોની સંખ્યા પર નજર કરીએ તો કોરોના પછી દર વર્ષે યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2021માં 5.18 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા કરી હતી, જ્યારે 2022માં આ સંખ્યામાં અચાનક અનેકગણો વધારો થયો હતો. આ વર્ષે 46.27 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
વર્ષ 2023માં આ સંખ્યા 50 લાખને પાર કરી ગઈ હતી. વર્ષ 2024 માં, આ યાત્રા 10 મે થી 17 નવેમ્બર સુધી ચાલી હતી અને કુલ દિવસોની સંખ્યા 153 આસપાસ હતી, જેમાં લગભગ 48 લાખ ભક્તોએ મુલાકાત લીધી હતી. જો યાત્રા આખો સમય ચાલુ રાખવામાં આવી હોત તો આ સંખ્યા ઘણી વધારે હોત.
એઆઇ કેવી રીતે મદદ કરી શકે?
જો ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં એઆઇને એકીકૃત કરવામાં આવે, તો સિસ્ટમ મુસાફરોની બુકિંગની માહિતીનું વિશ્ર્લેષણ કરી શકે છે અને ડિજિટલ છેતરપિંડીની પેટર્નને ઓળખી શકે છે. આ પછી સ્કેમર્સ પર રોક લગાવી શકાય છે. જો એઆઇ આધારિત ફ્રોડ ડિટેક્શન અલ્ગોરિધમ વિકસાવવામાં આવે તો મુસાફરોની બુકિંગની માહિતીનું વિશ્ર્લેષણ સરળતાથી કરી શકાશે. તેના દ્વારા, કોઈપણ જે ડિજિટલ છેતરપિંડી કરી શકે છે અથવા કરી રહ્યો છે તેની ઓળખ કરીને રોકી શકાય છે.
આજકાલ, એક બોક્સ દ્વારા એકસાથે અનેક સિમ નાખીને કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, તેમાં પણ આ સિસ્ટમ ખૂબ મદદરૂૂપ થઈ શકે છે. જ્યારે કોઈ મુસાફર બુકિંગ કરે છે, ત્યારે એઆઈ સિસ્ટમ દ્વારા, મુસાફરોને નકલી એજન્સીઓથી ચેતવણી આપવા સાથે એક એડવાઈઝરી મોકલી શકાય છે, જે તેમને ડિજિટલ છેતરપિંડીથી બચાવવામાં મદદરૂૂપ થઈ શકે છે.
આ વર્ષે જ્યારે ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થાય ત્યારે કયા સમયે પ્રવાસીઓ વધુ બુકિંગ કરી રહ્યા છે? કયા દિવસોની બુકિંગ તેમની પ્રાથમિકતા છે, તેની પણ એઆઇ સિસ્ટમ રિયલ ટાઈમમાં મોનિટર કરી શકે છે. આ પ્રક્રિયામાં ડિજિટલ ફ્રોડ ઓળખી શકાય છે. સ્કેમર્સની પેટર્ન દરરોજ બદલાઈ રહી છે. પહેલા તેઓ લોટરીના નામે છેતરપિંડી કરતા હતા, પછી તેઓએ બેંકના ઓટીપી વગેરેનો તેમના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો અને હવે તેઓ સાયબર અરેસ્ટની આગળ નવી યુક્તિઓ વિશે વિચારી રહ્યા છે.
સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ એઆઇના માધ્યમ દ્વારા તેઓ નકલી અવાજો બનાવીને ડરાવે છે અને જો ચારધામ યાત્રામાં આ કૌભાંડો શરૂૂ થઈ ગયા તો યાત્રાળુઓ માટે આખી યાત્રા ઘાતક બની શકે છે. તેથી જો એઆઇ દ્વારા આ શંકાસ્પદ છેતરપિંડી અટકાવી શકાય તો મુસાફરો માટે રાહતની વાત બની રહેશે. આમાં સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ પર મહત્તમ ધ્યાન આપવું પડશે. એઆઇ સિસ્ટમ સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ વિકસાવી શકે છે, જે મુસાફરોને સુરક્ષિત ચુકવણી કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : અમેરિકાની મંદીનો ભરડો ભારતીય બજારને ભીંસમાં લેશે?
…એઆઈ બીજું શું કરી શકે?
પ્રવાસ દરમિયાન મુસાફરોને સ્થાનિક માહિતી પૂરી પાડવી, મુસાફરી દરમિયાન તેમને સલામતી અને સગવડતા પૂરી પાડવી, તેમને મુસાફરી દરમિયાન વિવિધ સેવાઓનો લાભ લેવામાં મદદ કરવી. આ બધા ઉપરાંત, એઆઇ એ પણ કહી શકે છે કે જો તમને લાગે કે તમે ડિજિટલ છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તરત જ પોલીસ અને અધિકારીઓનો ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો.