મનોરંજન

Happy Birthday: આલુમાંથી મમ્મી બની ગયેલી અભિનેત્રી એક પછી એક માન્યતાઓને તોડી રહી છે

બોલીવૂડની ટૉપ એક્ટ્રેસમાંની એક આલિયા ભટ્ટનો આજે 32મો જન્મદિવસ છે. આલિયાએ પ્રિ બર્થ ડે પાર્ટી અરેન્જ કરી હતી અને તેમાં કેક કટ કરી પોતે જ ખાઈ ગઈ હતી તે વીડિયો ઘમો વાયરલ થયો.

પતિ રણબીર કપૂર અને આલિયાની રોમાન્ટિક તસવીરો પણ વાયરલ થઈ. સાસુ નીતુ કપૂરે પણ વહુને વિશ કર્યું, પણ આજે આપણે વાત કરીશું આલિયાએ સારી ફિલ્મો આપવા સાથે બોલીવૂડની હીરોઈનો માટે કરેલા એક ખાસ કામની.

આપણ વાંચો: આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…

ના ના આલિયાએ કંઈ એનજીઓ નથી ખોલી, પણ એણે એવી ઘણી મિથ એટલે કે ખોટી માન્યતાઓ તોડી છે જેનો શિકાર ઘણી હીરોઈનો બની છે.

બોલીવૂડને ઘણી સારી ફિલ્મો આપનારા મહેશ ભટ્ટની દીકરી આલિયા ફિલ્મોમાં આવ્યા પહેલા બોલીવૂડમાં આલુ તરીકે જ ઓળખાતી. વજન વધારે હોવાથી ગોળમટોળ લાગતી આલિયાને કરણ જોહરે પહેલા વજન ઉતારવા કહ્યું. આલિયાએ તો ઉતારી લીધું ને પછી તેને સ્ટુડન્ટ્સ ઓફ ધર યરમાં રોલ મળ્યો.

આ ફિલ્મ હીટ ગઈ અને આલિયા પણ. જોકે નેપોટિઝની ટીકા તો સહન કરવી જ પડી. પણ આલિયાએ કરિયરની શરૂઆતમાં જ હાઈ વે, ડીયર જિંદગી જેવી ફિલ્મો કરી. નૉન ગ્લેમરસ રોલ કરવાની તેને ઘણાએ ના પાડી પણ આલિયા ન માની અને વાહવાહી મેળવી.

આ તેણે પહેલી મિથ તોડી અને સાથે પોતાને મહેશ ભટ્ટની દીકરી હોવાને લીધે કામ મળે છે તે વાત ખોટી સાબિત કરી. દરેક સ્ટારકિડ મા-બાપના જોરે નહીં પણ પોતાની પ્રતીભાના જોરે આગળ આવી શકે છે, આથી બીજી એક મિથ પણ તેણે તોડી.

પોતાની કરિયરની પિક પર હતી ત્યારે બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીર કપૂર સાથે તેને પ્રેમ થયો અને 2022માં બન્નેએ લગ્ન કરી લીધા. બ્રહ્માસ્ત્ર પછીથી રિલિઝ થઈ અને હીટ ગઈ. લગ્ન બાદ હીરોઈનોનું કરિયર હાલકડોલક થઈ જાય છે તે મિથને તોડી અને 2022માં જ ઓટીટી પર એન્ટ્રી મારી ડાર્લિગ્સ જેવી બૉલ્ડ વિષયવાળી હીટ ફિલ્મ આપી.

ત્યારબાદ કપલે બ્રહ્માસ્ત્ર-2 આપી. આલિયાએ લગ્નના ત્રણ મહિનામાં જ પ્રેગનન્સી જાહેર કરી દીધી હતી. એવી અફવાઓ પણ ફેલાઈ કે આલિયા પહેલેથી જ પ્રેગનન્ટ હતી. જે હોય તે પણ આલિયાએ રાહા નામની ક્યૂટ બેબીગર્લને જન્મ આપ્યો.

મા બની પણ ફિલ્મો ન છોડી અને 2022માં જ મૉમ બનેલી આલિયાએ 2023માં રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આપી ધમાકો કર્યો. આ ફિલ્મ માટે તેણે ફિલ્મફેર પણ જીત્યો અને મમ્મી બની ગયેલી હીરોઈન પણ સફળ થાય છે તે સાબિત કરી લગ્ન અને બાળક પછી કરિયર નથી તે મિથ તોડી નાખી. છેલ્લે તેની નિર્માત્રી તરીકે પહેલી ફિલ્મ જીગરા આવી. ફિલ્મને સારો રિસ્પોન્સ ન મળ્યો પણ આલિયા તો વખાણાઈ.

તો આલિયા બોલીવૂડની મિથ બ્રેકર છે અને આવી જ મિથ્સ તે તોડતી રહે ને સારી ફિલ્મો કરતી રહે તેવી તેને શુભેચ્છા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button