અમદાવાદ

VIDEO: ગેનીબેન ઠાકોરે ધૂળેટીની અનોખી ઉજવણી સાથે આપ્યો આ સંદેશ

અમદાવાદ: ગુજરાતમાંથી કોંગ્રેસનાં એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર ચર્ચામાં હોય છે. વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અને બાદમાં બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીતેલા ગેનીબેન ઠાકોરે કરી ઘઉંની કાપણી કરી હતી. જેનો વીડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ભાભર લોકનિકેતનમાં કર્યું શ્રમદાન

પ્રાપ્ત વિગતો અનુસાર ભાભર લોકનિકેતન ખાતે છાત્રાલય નજીક ગેનીબેન ઠાકોરે ખેતીકામ કર્યું હતું. લોકનિકેતનમાં સ્થાનિકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. તેમણે ખેતરમાં કામ કરીને ઘઉંની કાપણી કરી અને શ્રમદાન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આપણ વાંચો: Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…

કોંગ્રેસનાં મજબૂત મહિલા નેતા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસે પણ ખાતું ખોલ્યું હતું. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજયી બન્યા હતા. ગેનીબેન ઠાકોરની ગણતરી કોંગ્રેસનાં મજબૂત મહિલા નેતાઓમાં થાય છે. તેમણે લોકસભામાં ઉમેદવારી નોંધાવી ત્યારે તેમના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ પણ જનસભાને સંબોધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button